ખેડા જિલ્લામાં આરોગ્ય તંત્ર દ્વારા પ્રિનેટલ ડાયગ્નોસ્ટીક ટેકનીક એક્ટ અન્વયે જિલ્લા આરોગ્ય અધિકારીની અધ્યક્ષતામાં ૧૮ ડીસેમ્બરે પીએનડીટી એડવાઈઝરી કમીટીની મીટીંગ આરોગ્ય શાખા, ખેડા જિલ્લા પંચાયત ખાતે યોજાઈ હતી. પી.એન.ડી.ટી. એડવાઇઝરી કમીટીમાં ખાલી રહેલ સભ્યોની નિમણુક બાબતે નવા સભ્યોને મીટીંગમાં આવકાર આપી સભ્યપદ આપવાનું નકકી કરવામાં આવ્યું હતું.
આ મીટીંગમાં પીસી પીએનડીટી એકટ અંતર્ગત રજીસ્ટ્રેશન માટે આવેલ સોનોગ્રાફીના નવીન તથા રીન્યુઅલ અરજીઓની મંજુરી બાબતે સેક્સ રેસિયો સંતુલન કરવા અને છેલ્લી મીટીંગની મીનીટ્સ સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. આ મીટીંગમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ર્ડા.એ.એ. પઠાન, સી.ડી.એમ.ઓ. ર્ડા. કવિતા શાહ, પીડીયાટ્રીશન-ર્ડા.રફીક બાબી, સ્ત્રી રોગ નીષ્ણાંત ર્ડા.અશ્વીન ધોરી, કાનુની નિષ્ણાંત કિંજલ આર.બારોટ, સામાજિક કાયકર ભૌતિક બી.પટેલ હાજર રહ્યા હતા.