સરકારે એક મોટો નિર્ણય કરતા સ્કૂલી શિક્ષણમાંથી હવે ‘નો ડિટેન્શન પોલિસી’ નાબૂદ કરી છે. ધોરણ 5 અને 8માં વાર્ષિક પરીક્ષામાં નાપાસ થનાર વિદ્યાર્થીઓને નાપાસ કરવામાં આવશે. નાપાસ થયેલા વિદ્યાર્થીઓને બે મહિનાની અંદર ફરીથી કસોટી આપવાની તક મળશે પરંતુ જો તેઓ ફરીથી નિષ્ફળ જશે, તો તેમને પ્રમોશન આપવામાં આવશે નહીં.
રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ, 2009 (RTE) હેઠળ 2010માં લાગુ કરાયેલી આ નીતિ ભારતના શૈક્ષણિક ક્ષેત્રે મહત્વપૂર્ણ અને વિવાદાસ્પદ બદલાવ લઈને આવી. આ નીતિના ઉદ્દેશ અને તેની અસર બંને પર જબરજસ્ત ચર્ચા થઈ હતી.
આ નીતિના મુખ્ય પાસાઓ:
- ધોરણ 8 સુધી બિનશરતી પ્રમોશન:
- RTE હેઠળ એક નિયમ સ્વરૂપે નક્કી કરાયું કે ધોરણ 8 સુધીના વિદ્યાર્થીઓને ફેઇલ ન કરવાનો નિયમ લાગુ કરવામાં આવશે.
- આ નિર્ણયનો ઉદ્દેશ બાળકોના શિક્ષણમાં સતતતા જાળવવાનો હતો જેથી શિક્ષણ છોડી દેવાની શક્યતા ઘટાડવામાં આવે.
- શિક્ષણ માટે મફત અને ફરજિયાત દ્રષ્ટિ:
- RTE એક્ટ અનુસાર, 6 થી 14 વર્ષની ઉંમરના બાળકો માટે મફત અને ફરજિયાત શિક્ષણ પ્રદાન કરવાનું આવશ્યક હતું.
- આ નીતિ શાળામાં પ્રવેશ અને હાજરી વધારવામાં અસરકારક બની.
પ્રશંસા:
- વિદ્યાર્થીઓના મૃત્યુદર ઘટાડવા:
બિનશરતી પ્રમોશનના કારણે બાળકોના પરફોર્મન્સના દબાણમાં ઘટાડો થયો, જેેના કારણે વધુ વિદ્યાર્થીઓએ શિક્ષણ જારી રાખ્યું. - શિક્ષણમાં સમાનતા:
આ નીતિ ગરીબ અને સામાજિક રીતે પછાત વર્ગના બાળકો માટે શિક્ષણમાં વધુ સમાનતા લાવવા માટે મદદરૂપ થઈ.
આકરી ટીકાઓ:
- ઉચ્ચ શિક્ષણના ધોરણ પર અસર:
વિશેષજ્ઞોએ શંકા વ્યક્ત કરી કે બિનશરતી પ્રમોશનના કારણે વિદ્યાર્થીઓના શૈક્ષણિક ધોરણમાં ઘટાડો થશે. - પરિણામકારકતા અને જવાબદારીનું અભાવ:
કેટલીક શાળાઓમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ વચ્ચે જવાબદારીની ક્ષતિ જોવા મળી, કેમ કે પરિણામ પર કોઈ સીધી અસર ન હતી. - મૂલ્યમાપનનો અભાવ:
કન્ટિન્યુઅસ અને કોમ્પ્રિહેન્સિવ ઇવેલ્યુએશન (CCE) જેવી પદ્ધતિઓ હોવા છતાં વિદ્યાર્થીઓના પરફોર્મન્સને યોગ્ય રીતે માપવામાં તકલીફ થઈ.
ઉકેલ માટેના પ્રયાસો:
- ધોરણ 8 પછી પરીક્ષાઓ:
વરિષ્ઠ શિક્ષણના ધોરણ જાળવવા માટે ધોરણ 8 પછીના સ્તરે કડક પરીક્ષાઓ લેવાની રજૂઆત થઈ. - શિક્ષણની ગુણવત્તા સુધારવા:
શિક્ષકોના તાલીમમાં સુધારો અને શૈક્ષણિક માળખામાં સુધારા દ્વારા સમસ્યાઓ હલ કરવાના પ્રયાસો થઈ રહ્યા છે.
નિષ્કર્ષ:
રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ એક ક્રાંતિકારક પગલું હતું, જેનો ઉદ્દેશ દરેક બાળક માટે શિક્ષણ ઉપલબ્ધ કરાવવાનો હતો. જો કે, બિનશરતી પ્રમોશનના નિયમને કારણે શૈક્ષણિક ગુણવત્તા પર ઊઠાયેલા પ્રશ્નો હજી પણ સુધારાની માંગ કરે છે.
કેન્દ્ર સરકારે કે આ નીતિમાં મૂલ્યાંકનની પરંપરાગત પદ્ધતિને બદલે Continuous and Comprehensive Evaluation (CCE) (સતત અને વ્યાપક મૂલ્યાંકન)ની વાત કરવામાં આવી હતી. પરંતુ આ પોલિસી કદાચ બહુ સફળ ન રહી હોય તેવુ લાગી રહ્યુ હતુ. ઉદાહરણ તરીકે, ગયા વર્ષે, દિલ્હીની સરકારી શાળાઓમાં ધોરણ 8 સુધીના વિદ્યાર્થીઓ માટે નો ડિટેન્શન પોલિસીને હટાવ્યા બાદ પરીક્ષાના પરિણામોમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. પરિણામનું સ્તર ઘણુ નીચુ આવ્યુ હતુ. શૈક્ષણિક સત્ર 2023-24ના પરિણામો દર્શાવે છે કે 46622 વિદ્યાર્થીઓ એકલા ધોરણ 8માં નાપાસ થયા હતા.
CBSE ગવર્નિંગ બોડીના સભ્ય અને શિક્ષણશાસ્ત્રી ડૉ. જ્યોતિ અરોડા જણાવે છે કે જ્યારે દિલ્હી સરકાર દ્વારા આ નીતિ બનાવવામાં આવી ત્યારે હું આ સમિતિનો એક ભાગ હતી. મારી દૃષ્ટિએ સરકારનો આ સુધારો ખૂબ જ આવકાર્ય છે. નો ડિટેન્શનને બાળકની નબળાઈના રૂપમાં ન જોવુ જોઈએ. તેના બદલે, તેને રચનાત્મક મૂલ્યાંકન અને ફિડબેકના અવસર તરીકે જોવું જોઈએ, જે બાળકને તેમની અદ્વીતિય ક્ષમતાઓને અનુરૂપ તેમની સંપૂર્ણ ક્ષમતા પ્રાપ્ત કરવા માટે સશક્ત બનાવે છે.
હવે શિક્ષણનું સ્તર પહેલા કરતા સુધરશે ?
આ દરમિયાન દિલ્હી પેરેન્ટ્સ એસોસિએશનની પ્રેસિડેન્ટ અપરાજિતા ગૌતમ પણ આ નિર્ણયની પ્રશંસા કરે છે અને કહે છે કે જો ધરાતલથી જોવામા આવે તો આ એક આવકાર્ય નિર્ણય છે, તે કહે છે કે જો આપણે સરકારી શાળાઓની વાત કરીએ તો ત્યાંના વાલીઓ 8મા ધોરણ સુધી ગંભીર નહોતા. હવે શિક્ષણનું સ્તર ખરેખર સુધરશે. તેનાથી બાળકો ભણતર અને મૂલ્યાંકન પ્રત્યે ગંભીર બનશે. અગાઉ તેઓ વિચારતા હતા કે તેમનું બાળક પાસ તો થઈ જ જવાનું છે. જોકે, અપરાજિતાએ વધુ ચિંતા વ્યક્ત કરતા જણાવ્યુ કે નો ડિટેન્શન પોલિસીને હટાવ્યા બાદ હવે શાળાઓએ તેમની જવાબદારી સમજવી એટલી જ મહત્વપૂર્ણ છે. એવું ન થવું જોઈએ કે જો બાળક યોગ્ય પરફોર્મ ન કરી રહ્યુ હોય તો તે તેને નાપાસ કરી દે. તેના બદલે, શાળાઓએ પહેલા ધોરણથી જ બાળકોની પ્રગતિ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ જેથી બાળક પાંચમા ધોરણમાં કે આઠમા ધોરણમાં નાપાસ થવાની નોબત જ ન આવે.
બાળકો અને વાલીઓની જવાબદારી વધશે
અલ્કોન ઈન્ટરનેશનલ સ્કૂલ મયુર વિહાર દિલ્હીના ભૂતપૂર્વ આચાર્ય અને શિક્ષણશાસ્ત્રી ડૉ. અશોક પાંડે જણાવે છે કે RTE 2009માં કોઈ નો ડિટેન્શન પોલિસીની જોગવાઈ હતી. ત્યારબાદ વર્ષ 2016-17 સુધીમાં બાળકો ભણતા ન હોવાની વાત પ્રકાશમાં આવવા લાગી. જ્યારે કેટલાક રાજ્યોએ જણાવ્યુ હતુ કે તેઓ નો ડિટેન્શન પોલિસીને દૂર કરવા માગે છે. પરંતુ કોઈ રાજ્ય ખૂલીને સામે આવવા તૈયાર ન થયુ. છેવટે, હવે સરકારે આ નીતિ નાબૂદ કરી છે, ત્યારે એવું માની લેવું જોઈએ નહીં કે માત્ર નો ડિટેન્શન પોલિસી દૂર કરવાથી શિક્ષણનું સ્તર સુધરશે.
આ નીતિના કારણે શિક્ષણનું સ્તર ઘટ્યું હોવાના કોઈ પુરાવા નથી. તે સંપૂર્ણ રીતે સાચું નથી કે માત્ર કોઈ પોલિસીને લાવવાથી કે દૂર કરવાથી શુક્ષણનું સ્તર સુધરશે કે કથળશે. મને લાગે છે કે જ્યારે આ પોલિસી હતી ત્યારે જો બાળક 8મા ધોરણમાં નાપાસ થાય તો તેને ફરીથી પરીક્ષા આપીને અથવા બાળકને કોચિંગ આપીને પોતાને સુધારવાનો મોકો મળતો હતો. હવે તેને એ તક નહીં મળે. હવે મને ડર છે કે પાસ થવા કે નાપાસ થવાની સમગ્ર જવાબદારી બાળકો અને વાલીઓ પર ન આવી જાય. સ્કૂલોએ પણ તેના માટે જવાબદારી લેવી પડશે.
દિલ્હીમાં જોવા મળી હતી પોલિસી હટાવવાની અસર
ગયા વર્ષે, દિલ્હીની સરકારી શાળાઓમાં ધોરણ 8 સુધીના વિદ્યાર્થીઓ માટે નો ડિટેન્શન પોલિસી દૂર કરવામાં આવી હતી. આ પછી, માહિતી અધિકાર (RTI) કાયદા હેઠળ આંકડા માંગવામાં આવ્યા હતા જે ચોંકાવનારા હતા. આ આંકડાઓ અનુસાર, ધોરણ 9માં અભ્યાસ કરતા એક લાખથી વધુ વિદ્યાર્થીઓ અને ધોરણ 11માં અભ્યાસ કરતા 50 હજારથી વધુ વિદ્યાર્થીઓ વાર્ષિક પરીક્ષામાં નાપાસ થયા હતા. દિલ્હીમાં 1,050 સરકારી શાળાઓ અને 37 ડૉ. બી.આર. આંબેડકર સ્કૂલ ઑફ સ્પેશિયલાઇઝ્ડ એક્સેલન્સ સ્કૂલ છે.
આ નીતિમાં શું હતું
નો ડિટેન્શન પોલિસી મુજબ, 6 થી 14 વર્ષ સુધી ફરજિયાત શિક્ષણ હેઠળ કોઈપણ શાળામાં પ્રવેશ મેળવનાર બાળકને 8મા ધોરણ સુધી પ્રાથમિક શિક્ષણ પૂર્ણ ન થાય ત્યાં સુધી કોઈપણ વર્ગમાં ફરીથી ભણાવવામાં આવશે નહીં. (ટૂંકમાં વાર્ષિક પરીક્ષામાં નાપાસ કરવામાં નહીં આવે) હવે આ પોલિસી દૂર કરીને, નાપાસ થયેલા બાળકોને બે મહિનામાં ફરીથી પરીક્ષા આપીને તેમનું પ્રદર્શન સુધારવાની વધુ એક તક મળશે.