ઉમરેઠ ખાતે શ્રી સરસ્વતી વિદ્યાલય ખાતે ઉમરેઠ પોલીસ સ્ટેશન દ્વારા ટ્રાફિક જાગૃતતા કાર્યક્રમ યોજાયો. તારીખ 8 /1/ 2025 ને બુધવારના રોજ સવારે 11:00 કલાકે સરસ્વતી વિદ્યાલયના પટાંગણમાં ઉમરેઠના પી.આઈ એસ.એચ. બુલાન હાજર રહી ટ્રાફિક જાગૃતતા માટે શું કરી શકાય તે સરળ ભાષામાં વિદ્યાર્થીઓને સમજ આપી. આ આયોજનમાં શાળાના દરેક વિદ્યાર્થી અને વિદ્યાર્થિની મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ઉપરાંત લોકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે તે માટે બાળકોને પ્રોત્સાહિત પણ કર્યા. પોતે ટ્રાફિક નિયમોનું પાલન કરી ઘરે વડીલોને પણ પાલન કરાવે જેથી મહામૂલી જિંદગીને બચાવી શકાય તે બાબતની ઊંડાણ પૂર્વક સમજૂતી પણ આપવામાં આવી. પોલીસ કર્મચારી કાજલબેન દ્વારા સૌ વિદ્યાર્થીઓને ટ્રાફિક અંગે જાગૃત કરવા માટે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી.