Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 31°C

શ્રી સંતરામ મંદિર ઉમરેઠ ખાતે કથાકાર પૂ.શ્રી નમસ્વીબેન ભૂપતાના શ્રી મુખે ભાગવત સપ્તાહનો શુભારંભ

શ્રી સંતરામ મંદિર ઉમરેઠ ખાતે કથાકાર પૂ.શ્રી નમસ્વીબેન ભૂપતાના શ્રી મુખે ભાગવત સપ્તાહનો શુભારંભ

 

પ.પુ.યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજની દિવ્ય અખંડ જ્યોતિ શુભ આશીર્વાદ પ.પુ.મહંતશ્રી રામદાસ મહારાજના શુભ આશિષ અને આજ્ઞા થી શ્રી સંતરામ મંદિર ઉમરેઠનો ૧૬૬મો વાર્ષિકોત્સવ તા.૫/૧/૨૦૨૪ થી તા.૧૧/૧/૨૦૨૪ સુધી ભક્તિભેર ઉજવવામાં આવશે.

આ પ્રસંગે શ્રી સંતરામ મંદિર ઉમરેઠ ખાતે સ્વ.ગોરધનભાઈ લલ્લુભાઈ પટેલ, સ્વ. મણિબેન ગોરધનભાઈ પટેલ અને સ્વ. મિતેષભાઈ વિનુભાઈ પટેલના યજમાન પદે કથાકાર પૂ.શ્રી નમસ્વીબેન ભૂપતાના વક્તા પદે શ્રીમદ ભાગવત સપ્તાહનો આરંભ કરવામાં આવ્યો હતો. બોરડી ફળિયાથી નીકળેલ પોથી યાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. કથાના ઉદ્ઘાટન પ્રસંગે શ્રી જગન્નાથજી મંદિરના મહંત શ્રી દિલીપદાસજી મહારાજ, શ્રી દેવાંગભાઈ પટેલ (ઈપ્કોવાલા), શ્રી સંતરામ મંદિર ની વિવિધ શાખાના સંતશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

 

રિપોર્ટર -ધનંજય શુક્લ( ઉમરેઠ)

 

 

Filed under Anand Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.