આણંદ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેકટર એચ.આર.બ્રહ્મભટ્ટની સુચના મુજબ ગઇકાલ એલ.સી.બી. સ્ટાફને માહિતી મળેલ કે ગીરસોમનાથ જીલ્લાના ગીરગઢડા પો.સ્ટે. ગુ.ર.નં. ૨૪૩/૨૦૨૪ મુજબના ગુના કામે નાસતા ફરતા આરોપી જયશ્રીબેન ઉર્ફે યાસ્મીન યાસીનભાઈ મુસ્લીમ તથા તેમના દિકરી મુસ્કાન ઉર્ફે પૂજા યાસીન બોહરા, બન્ને રહે- રહે-આણંદ ઠે.સમીર જીમખાના આણંદ શહેર નાઓ નાસતા ફરતા હોય અને પોતાના ઘરે હાજર હોવાની મળેલ માહિતી આધારે શ્રી જી.એમ.પાવરા, પો.સ.ઇ. તથા એલ.સી.બી. સ્ટાના માણસો તેમજ આણંદ ટાઉન પો.સ્ટે.થી બે મહીલા પોલીસ સાથે તેમના ઘરે જતા હાજર મળી આવતા તેઓની પુછપરછ કરતા ગીર ગઢડા પો.સ્ટે.ના ગુનામાં બંન્ને નાસતા ફરતા હોય સી.આર.પી.સી.કલમ-૪૧(૧)આઈ મુજબ કલાક.૧૪-૩૦ વાગે અટક કરી કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ અર્થે ગીર ગઢડા પો.સ્ટે., જી.ગીર સોમનાથ નાઓને સોંપવા માટે માટે કાયદેસરની કાર્યવાહી કરેલ છે.