એમ કે શાહ લાટીવાળા ડી એલ એડ કોલેજ મોડાસા ના તાલીમાર્થીઓ તા. 26 12 24 થી 10 01 25 સુધી કોલીખડ પ્રાથમિક શાળા તથા ભેરુંડા પ્રાથમિક શાળામાં ઇન્ટર્નશીપ શાળા સઘન કાર્યક્રમમાં જોડાયા હતા.આ કાર્યક્રમ નું માર્ગદર્શન આચાર્ય ગીતાબેન નીનામાએ આપ્યું હતું.
જ્યારે કોલીખડ પ્રાથમિક શાળામાં પ્રા. રાજેશ પરમાર અને ભૈરુંડા પ્રાથમિક શાળામાં પ્રિ. ગીતાબહેન નિનામા અને ગાજર પ્રાથમિક શાળામાં પ્રા. વ્રજેશ પંડ્યા એ કામગીરી સંભાળી હતી. આ સમય દરમિયાન તાલીમાર્થીઓએ શિક્ષણની સાથે સાથે બાળકોને વિવિધ પ્રવૃત્તિઓ કરાવી હતી. વિદ્યાર્થીઓની આંતરિક શક્તિઓ નો વિકાસ થાય તે માટે સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ઇન્ટરશીપ ના છેલ્લા તબક્કામાં વિદ્યાર્થીઓ તથા તાલીમાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો હતો તથા આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ સાંસ્કૃતિક કાર્યક્રમ માં બાલવાટિકા અને ધોરણ 1 થી 8 ના વિદ્યાર્થીઓએ ખૂબ જ રસ પૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમમાં પ્રભારી મંત્રીશ્રી ધીરેનભાઈ પ્રજાપતિ સાહેબ ખાસ ઉપસ્થિત રહી પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. અને પ્રમુખશ્રી નવીનચંદ્ર આર મોદી સાહેબે શુભેચ્છાઓ પાઠવી હતી.
સમગ્ર ઇન્ટર્નશીપ દરમિયાન કોલિખડ પ્રાથમિક શાળા, ગાજણ પ્રાથમિક શાળા અને ભેરુંડા પ્રાથમિક શાળાના આચાર્યશ્રી અને સ્ટાફનો સુંદર સહયોગ પ્રાપ્ત થયો હતો.