રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ, રિલાયન્સ ગ્રુપના શ્રી ધનરાજભાઈ નથવાણી સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત
અ.ભા.વિ.પ નુ ૫૬મું પ્રદેશ અધિવેશન કર્ણાવતી મહાનગર ખાતે સંપન્ન થયું. આ ઐતિહાસિક અધિવેશનમાં ગુજરાતના ખૂણે ખૂણેથી આવેલી છાત્ર શક્તિ દ્વારા શિક્ષણ અને સમાજ ને લગતી કેટલીક ગંભીર સમસ્યાઓ પર ચર્ચા કરી તેના સુધાર હેતુ દિશા નક્કી કરવા માટે મનોમંથન અને ચર્ચા કર્યા બાદ પ્રસ્તાવ પરિત કર્યા. નવ નિર્માણ આંદોલનના 50 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે આ અધિવેશનમાં તે ઐતિહાસિક આંદોલનને સ્મરણ કરાવતી મા સાબરમતી પ્રદર્શનીનુ પણ આયોજન કરવામાં આવ્યું હતું. સાથે જ આ સંપૂર્ણ અધિવેશનના સ્થાનને ગુજરાતના પ્રથમ વીરગતિ પામનાર યુવા વીર વિનોદ કિનારીવાલના નામ પર રાખવામાં આવ્યું હતું.
56માં પ્રદેશ અધિવેશનમાં ઉદ્ઘાટન સત્ર બાદ પ્રસ્તાવ સત્ર એકમાં ત્રણ પસ્તાવો અને એક નોટ વિદ્યાર્થીઓ સમક્ષ મૂકી તેના પર પધારેલા તમામ પ્રતિનિધિઓ ચર્ચા દ્વારા આ પ્રક્રિયામાં સહભાગી થયા હતા. આ અધિવેશનમાં કુલ ત્રણ પ્રસ્તાવોને એક સામાજિક સંદેશ માટેની નોટ પારિત કરવામાં આવી હતી. પારિત કરેલા પ્રસ્તાવો માં પ્રથમ પ્રસ્તાવ નિજી વિશ્વવિદ્યાલયો મા થતી ધાંધલી અને તેની અસ્પષ્ટતાઓ પર અંકુશ રાખવા માટે એક રેગ્યુલેટરી બોર્ડ ની રચના માટે પ્રથમ પ્રસ્તાવ પારિત કરવામાં આવ્યો હતો. બીજા પ્રસ્તાવમાં શિક્ષણની વ્યવસ્થાઓ ઠીક કરવા માટે જેમાં જીકાસ પોર્ટલની વિસંગતતાઓ, વિશ્વવિદ્યાલયોમાં વિદ્યાર્થી પ્રતિનિધિત્વ નો અભાવ, સરકારી મેડિકલ કોલેજોની સંખ્યામાં વધારો થાય અને SHODH ફેલોશીપમાં વધારો થાય તેવી માંગો કરવામાં આવેલ છે. સામાજિક પ્રસ્તાવમાં કુત્રિમ અકસ્માત, જાતીય સતામણી, ભ્રષ્ટાચાર જેવા સામાજિક વિષયો સામેલ કરવામા આવેલ.
અ.ભા.વિ.પ ના ૫૬મા પ્રદેશ અધિવેશનના બીજા દિવસે પરંપરાગત રીતે શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રામાં ગુજરાતમાંથી આવેલા તમામ પ્રતિનિધ ભારત માતા કી જય… અને વંદે માતરમ્ના નારા સહભાગી થયેલ. આ શોભાયાત્રા અધિવેશન સ્થાનેથી નીકળીને ડ્રાઇવિંગ રોડ મારફતે વસ્ત્રાપુર મુકામે જાહેર સભા ના સ્વરૂપમાં પૂર્ણ થયેલ. શોભાયાત્રાનું સ્થાનિક રહેવાસીઓ, જાહેર અને સામાજિક સંગઠનો દ્વારા ફુલ પુષ્પ થી જાહેર સ્થળો પણ વધાવી સ્વાગત કરવામાં માં આવ્યુ. જાહેર સભામાં ગુજરાતના અલગ અલગ જિલ્લાના કાર્યકર્તાઓ દ્વાર ભાષણ થકી અનેક વિષયો સંબોધવાનો પ્રયાસ કરેલ. આ છાત્ર નેતા ભાષણમાં શૈક્ષણિક જગતની ખામીઓ અને સામાજિક પરિસ્થિતિઓની ચિંતા વ્યક્ત કરી વિદ્યાર્થી અને જાહેર સમાજને જાગૃત કરવા માટેનુ ઉગ્ર ભાષણ વિદ્યાર્થી નેતાઓ દ્વારા કરવામાં આવ્યું.
અભાવિપ ના 56માં પ્રદેશ અધિવેશન દરમિયાન રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની મુખ્ય ઉપસ્થિતિ માં સ્થાયી કાર્યકર્તા સંમેલનનું આયોજન કરવામાં આવેલ. જે સંમેલનમાં ગુજરાતના તમામ ક્ષેત્રોમાં પ્રથમ પંક્તિમાં રહેતા અભાવિપ પરિવારના મહત્વપૂર્ણ ઘટક એવા સ્થાયી કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી વર્તમાન કાર્યકર્તાઓનું ઉત્સહવર્ધન કરેલ.
અધિવેશન ના ત્રીજા એટલે કે સમાપન દિવસે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના ૫૬માં પ્રદેશ અધિવેશનમાં વિદ્યાર્થીઓ સમક્ષ મુકેલા પ્રસ્તાવો પર વિદ્યાર્થીઓના સુજાવ, વિદ્યાર્થીઓ પાસેથી વિવિધ અન્ય શૈક્ષણિક સમસ્યાઓ અને વિદ્યાર્થી પરિષદે આગામી સમયમાં કઈ દિશામાં આગળ વધી વિધાર્થીઓ ના પ્રશ્નોને વાંચા આપવી જોઈએ તે માટેના સુજાવો ઉપસ્થિત વિદ્યાર્થી પ્રતિનિધિઓ દ્વારા મૂકવામાં આવ્યા. ને તમામ પ્રતિનિધિઓના મત જાણી અને સમજીને સામાજિક અનેક શૈક્ષણિક પ્રસ્તાવો પારીત કરવામાં આવ્યા.
આ ઉપરાંત પરંપરાગત રીતે પ્રદેશ અધિવેશનમાં પ્રદેશની કારોબારીની પણ ઘોષણા થતી હોય છે. જેમાં પ્રદેશ પદાધિકારીની ઘોષણાઓ આ મુજબ રહેશે.
અ.ભા.વિ.પ ગુજરાત પ્રદેશ પદાધિકારી માહિતી