ઉમરેઠ ખાતે ઉતરાયણના તહેવાર પર દોરીથી ઘાયલ પક્ષીઓના રેસ્ક્યુનું કામ પશુ દવાખાના ઉમરેઠ ખાતે થયું. સરકાર દ્વારા ‘કરુણા અભિયાન’ અંતર્ગત પતંગની દોરીથી ઘવાયેલ પક્ષીઓને બચાવવા અભિયાન ચલાવાઈ રહ્યું છે. ઉપરાંત ટોલફ્રી નંબર 1962 દ્વારા પણ પશુ પક્ષીઓના રેસક્યું માટે નિઃશુલ્ક સેવા ચાલી રહી છે. ઉતરાયણ પર ઘાયલ પક્ષીઓને બચાવવાનું અને સારવાર કરાવવાનું કામ ઘણા જીવદયા પ્રેમીઓ વ્યક્તિગત રીતે પણ કરી રહ્યા છે. આમાં ઉમરેઠ ખાતે યુવાક્રાંતિ મંચ દ્વારા ઉત્તરાયણના તહેવારને અનુલક્ષીને પક્ષી બચાવો અભિયાન હાથ ધર્યુ હતુ. નગરમાં દોરીથી ઘાયલ થયેલ પક્ષીને બજાવવા માટે તેઓ દ્વારા હેલ્પ લાઇન નંબર જાહેર કરાયા હતા, જેના માધ્યમ થી ઉમરેઠના માળીવાળા પોળ, ઓડ બજાર, વારાહી ચકલા, રજનીનગર સોસાયટી વિસ્તારમાંથી બે દિવસમાં કુલ 12 પક્ષીઓ ઘાયલ થયાના કોલ મળતા તેઓની ટીમ દ્વારા વિવિધ પક્ષીને દોરમાંથી છોડીને ઉમરેઠ પશુ દવાખાના ખાતે સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા.
ઉમરેઠ પશુ દવાખાના ના ડોકટર જૈનીલ પટેલ દ્વારા પણ લોકોને સમજાવવામાં આવ્યું હતું કે પક્ષીઓનો જીવ બચાવવા સરકારશ્રી દ્વારા જે ગાઇડન્સ આપવામાં આવ્યું છે કે સવારે 09.00 પહેલા અને સાંજે 05.00 પછી પતંગ ના ઉડાડીએ કારણકે તે સમયે પક્ષીઓ માળાથી બહાર ચણવા નીકળતા હોય છે.