ઈસરો દિવસે દિવસે નવા ઈતિહાસ રચી રહ્યું છે. દેશમાં જ નહીં પરંતુ વિશ્વમાં ડંકો વગાડી રહ્યું છે. ત્યારે ફરી એક વખત કમાલ કરી દીધી છે. ભારત અવકાશમાં બે અવકાશયાનને સફળતાપૂર્વક ડોક કરનાર ચોથો દેશ બન્યો છે. આ સફળતાની જાહેરાત કરતા ઇસરોએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક અદ્ભુત વીડિયો પણ જાહેર કર્યો છે, જેમાં ડોકીંગની સમગ્ર પ્રક્રિયા સમજાવવામાં આવી છે.
ISRO successfully completed docking of two SPADEX satellites (SDX-01 & SDX-02) in the early hours of 16 January, 2025.#SPADEX #ISRO pic.twitter.com/UJrWpMLxmh
— ISRO (@isro) January 17, 2025
ઇસરોના મિશન કંટ્રોલ રૂમમાંથી એક વીડિયો જાહેર કરવામાં આવ્યો છે જેમાં આ મિશન કેવી રીતે સફળ થયું તે સમજાવવામાં આવ્યું છે. વીડિયોમાં ઈસરોના વૈજ્ઞાનિકોએ મિશનની સફળતાની સંપૂર્ણ સ્ટોરી શેર કરી છે. ઈસરોના વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે તેમને ડોકીંગમાં સફળતા મળી છે. આ અનુભવ ઘણો સારો રહ્યો છે. આ 2025 નું સફળ મિશન હતું. ડોકીંગ પછી બંને ઉપગ્રહોનું એક જ પદાર્થ તરીકે નિયંત્રણ સ્થાપિત કરવાની પ્રક્રિયા પણ સફળ રહી. આગામી દિવસોમાં ‘અનડોકિંગ’ અને ‘પાવર ટ્રાન્સફર’ પરીક્ષણો હાથ ધરવામાં આવશે.
ભ્રમણકક્ષામાં બે ઉપગ્રહો છે. તેમને એકસાથે જોડવા માટે પ્રોક્સિમિટી ઓપરેશનની જરૂર છે. સિગ્નલની નજીક જવું પડે છે, તેને પકડીને ફરીથી ડિઝાઇન કરવું પડે છે. જેમ સુનિતા વિલિયમ્સ પૃથ્વી પરથી સ્પેસ ક્રૂ લાઇનરમાં સવાર થઈ અને સ્પેસ સ્ટેશનમાં પ્રવેશી. તેવી જ રીતે, ભારતે એક શિલ્ડ યુનિટ બનાવવું પડશે અને આ માટે ડોકીંગ જરૂરી છે.