ઉત્તર પ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પ્રયાગરાજમાં ચાલતી રામકથામાં ઉપસ્થિતિ રહી મોરારિબાપુ પ્રત્યે અહોભાવ સાથે રામકથા અને મહાકુંભ અખંડ ભારતનો સંદેશ ગણાવતાં પોતાનો રાજીપો વ્યક્ત કર્યો.
ભારતવર્ષનાં વૈશ્વિક અને વિરાટ સનાતન પર્વ મહાકુંભમેળામાં પરમાર્થ નિકેતન આશ્રમમાં મોરારિબાપુનાં વ્યાસાસને ચાલતી ‘માનસ મહાકુંભ’ રામકથામાં ઉત્તર પ્રદેશનાં મુખ્યમંત્રી અને ગોરક્ષનાથનાં ઉપાસક યોગી આદિત્યનાથ ઉપસ્થિત રહ્યાં હતાં. તેઓએ મોરારિબાપુ પ્રત્યે અહોભાવ સાથે રામકથા અને આ મહાકુંભમેળો એ અખંડ ભારતનો સંદેશ ગણાવતાં પોતાનો રાજીપો વ્યક્ત કર્યો હતો.
વ્યાસપીઠ પરથી મોરારિબાપુએ કથા પ્રવાહ સાથે ભારત એ સનાતન અને સનાતન એ ભારત વિશે ભાવ જણાવી વૈશ્વિક સમસ્યા અને તણાવની સ્થિતિ આ કુંભમેળાનાં દિવસો દરમિયાન હળવા પડી રહ્યાનો સંકેત શુભ ગણાવ્યો.
પરમાર્થ નિકેતન આશ્રમમાં ચિદાનંદ સરસ્વતીજીએ પ્રાસંગિક ઉદબોધનમાં રામકથા, મોરારિબાપુ અને યોગી આદિત્યનાથનાં સંયોગને બિરદાવી સનાતન ધર્મનો જયકાર રહ્યાંની વાત ભારપૂર્વક જણાવી.