ગઈકાલના ઘટાડા બાદ આજે શેરબજારમાં શાનદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ,નિફ્ટી શરૂઆતના કારોબારમાં ઉછાળા સાથે ખુલ્યા હતા અને હવે તે ઝડપથી વધી રહ્યા છે. સેન્સેક્સ 567 પોઈન્ટ વધીને 77,743.33 પર ટ્રેડ કરી રહ્યો હતો જ્યારે નિફ્ટી 169.05 પોઈન્ટ વધીને 23,530.10 પર ટ્રેડ કરી રહ્યો હતો.
આજે શેરબજાર કેમ વધ્યું?
ગઈકાલે ઓલ ટાઈમ લો પર પહોંચ્યા બાદ આજે રૂપિયો રિકવરી મોડમાં છે. રૂપિયો આજે 13 પૈસા સુધર્યો છે અને તે વધતો જતો ટ્રેન્ડ દર્શાવે છે.
સાથે જ ભારતીય બજારને પણ અમેરિકન માર્કેટમાંથી સારા સંકેતો મળી રહ્યા છે. જેના કારણે શેરબજારમાં વધારો થયો છે.
ગઈકાલના ભારે ઘટાડા બાદ રોકાણકારોએ ખરીદી શરૂ કરી છે, જેના કારણે બજારમાં તેજી વધી છે. કેટલીક કંપનીઓ તરફથી સારા પરિણામના સંકેત પણ મળી રહ્યા છે.
આ શેર્સમાં જોરદાર ઉછાળો
લાર્જ કેપ- આજે સંવર્ધન મધરસનનો શેર 7 ટકા વધ્યો હતો, દિવી લેબ્સના શેરમાં 5 ટકા અને HALના શેરમાં 4 ટકાનો વધારો થયો હતો.
મિડ કેપ- NLC ઈન્ડિયાના શેર 10 ટકા, સુંદરમ ફાઈનાન્સના શેર 5.30 ટકા અને ઈન્ડિયન બેન્કના શેર 4.31 ટકા વધ્યા છે.
સ્મોલ કેપ- કેસ્ટ્રોલ ઈન્ડિયાના શેરમાં 8.44 ટકા, હિન્દુસ્તાન કોપરના શેરમાં 4.14 ટકા અને NCCનો શેર 4.17 ટકા વધ્યો હતો.