ગુજરાત ગ્લોબલ કેપેબિલીટી સેન્ટર પોલિસી (૨૦૨૫-૩૦)નું ગાંધીનગરના ગિફ્ટ સિટી ખાતેથી મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે લોન્ચિંગ કર્યું હતું. ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી દ્વારા આ GCC પોલિસી રાજ્યમાં હાઈ વેલ્યુ જોબ અને સ્કિલ ડેવલપમેન્ટ તેમજ ઈનોવેશન અને ડિજીટલ ટ્રાન્સફોર્મેશનને પ્રોત્સાહન આપવા સાથે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફેસેલિટીઝ અને કનેક્ટિવીટીમાં વધારો કરીને તેમજ આર્થિક વૃદ્ધિ અને વૈશ્વિક સ્પર્ધાત્મક્તા જાળવી રાખીને ગુજરાતને પસંદગીનું GCC હબ તરીકે સ્થાપિત કરવા તૈયાર કરવામાં આવેલી છે.
ગુજરાત ગ્લોબલ કેપેબિલીટી સેન્ટર (GCC) પોલિસી 2025-30 વિશે કેટલીક મહત્વની વિગતો:
-
લક્ષ્ય અને ઉદ્દેશ:
- ગુજરાતને વૈશ્વિક GCC હબ તરીકે સ્થાપિત કરવું.
- હાઈ-વેલ્યુ જોબ opportunities અને સ્કિલ ડેવલપમેન્ટને પ્રોત્સાહન આપવું.
- ડિજીટલ ટ્રાન્સફોર્મેશન અને ઈનોવેશનને ગતિ આપવી.
- ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને કનેક્ટિવીટી સુધારવા સાથે આર્થિક વૃદ્ધિ ને પ્રોત્સાહન આપવું.
-
પ્રોત્સાહન અને સહાય:
- રોજગાર સહાય: નવી GCC સ્થાપનાથી રોજગારીમાં વધારો.
- વ્યાજ સહાય: નાણા સંબંધિત પ્રોત્સાહન.
- ઇલેક્ટ્રીસિટી રીએમ્બર્સમેન્ટ: ઊર્જા ખર્ચમાં રાહત.
- અન્ય પ્રોત્સાહનો: ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને લોજિસ્ટિક્સ માટે સરકારનો સપોર્ટ.
-
GCCs ની ભૂમિકા:
- ટેકનોલોજી, ફાઇનાન્સ, એનાલિટિક્સ, એન્જિનિયરિંગ અને R&D જેવા ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ સેવાઓ પૂરી પાડવી.
- બિઝનેસ રિઝિલિયન્સ અને સ્ટ્રેટેજીક ઈનોવેશન હબ તરીકે GCCs ને વિકસિત કરવું.
આ ગુજરાત ગ્લોબલ કેપેબીલીટિ સેંટર પોલિસીનું વિઝન ઇનોવેશનને પ્રોત્સાહન આપવા સાથે વિશ્વસ્તરીય પરિસ્થિતિનું નિર્માણ કરીને ગુજરાતને GCCs માટેનું અગ્રણી સ્થાન બનાવવાનું છે તેમ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતુ. તેમણે ઉમેર્યું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વની કેન્દ્ર સરકારના આ વર્ષના બજેટમાં દેશમાં ગ્લોબલ કેપેબિલીટી સેન્ટર્સને પ્રોત્સાહન આપીને નાના શહેરોના ટેલેન્ટ પુલને અવસરો મળે તે માટે ખાસ આયોજન કરવાની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતની આ GCC પોલિસી પણ વડા પ્રધાનના વિઝન અને યુવાઓ માટેના મિશન બન્નેને પરિપૂર્ણ કરશે તથા વિકસિત ગુજરાતથી વિકસિત ભારત @ ૨૦૪૭ના નિર્માણની દિશામાં પ્રોત્સાહક બનશે.
#WATCH | Ahmedabad: Gujarat CM Bhupendra Patel addresses the GCC policy launching program pic.twitter.com/5Myz8jQDJz
— ANI (@ANI) February 11, 2025
ગુજરાત ગ્લોબલ કેપેબિલીટી સેન્ટર પોલિસીની મુખ્ય વિશેષતાઓ
- પોલિસી અંતર્ગત ગુજરાતમાં ઓછામાં ઓછા 250 નવા GCC યુનિટ્સ સ્થાપવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આનાથી રાજ્યમાં 50,000થી વધુ નવી નોકરીઓ ઉભી થશે.
- GCC પોલિસીને પરિણામે રાજ્યમાં રૂ.10,000 કરોડથી વધુનું રોકાણ પણ થશે.
- પોલિસી રૂ.250 કરોડથી ઓછા GFCI ધરાવતા એકમો માટે રૂ.50 કરોડ સુધીની અને રૂ.250 કરોડથી વધુ GFCI ધરાવતા એકમો માટે રૂ.200 કરોડ સુધીની CAPEX સહાય પૂરી પાડશે.
- પોલિસી રૂ.250 કરોડથી ઓછા GFCI ધરાવતા એકમો માટે રૂ.20 કરોડ સુધીની અને રૂ.250 કરોડથી વધુ GFCI ધરાવતા એકમો માટે રૂ.40 કરોડ સુધીની OPEX સહાય પૂરી પાડશે.
- GCC પોલિસી અંતર્ગત રોજગાર સર્જન માટે વિશેષ પ્રોત્સાહનો પણ આપવામાં આવશે, જેમાં નવા સ્થાનિક કર્મચારીઓને ભરતી કરીને તેમને ઓછામાં ઓછા એક વર્ષ સુધી જાળવી રાખવા માટે એક વખતની સહાય આપવામાં આવશે, તે એક મહિનાના CTCના 50% જેટલી હશે. તેમાં પુરુષ કર્મચારીઓ માટે રૂ. 50,000 અને મહિલા કર્મચારીઓ માટે રૂ. 60,000 સુધીની સહાયનો સમાવેશ કરવામાં આવ્યો છે.
- સ્પેશિયલ ઇન્સેટિવ પોલિસી હેઠળ,ટર્મ લોન પર 7% વ્યાજ સબસીડીરૂપે સહાય આપવામાં આવશે જે મહત્તમ રૂ. 1 કરોડની મર્યાદામાં રહેશે.
- આત્મનિર્ભર ગુજરાત રોજગાર સહાય યોજના,કર્મચારીના પ્રોવિડન્ટ ફંડ હેઠળ એમ્પ્લોયરના કાયદાકીય યોગદાન અંગે વળતર આપશે,જેમાં મહિલા કર્મચારીઓ માટે 100% અને પુરુષ કર્મચારીઓ માટે 75% સુધીની સહાયનો સમાવેશ કરવામાં આવ્યો છે.
- ગુજરાત સરકારને ચૂકવવામાં આવેલ ઈલેક્ટ્રીસીટી ડ્યુટીની સંપૂર્ણ રકમ પણ પરત કરવામાં આવશે.
- GCC પોલિસી સ્થાનિક પ્રતિભા અને વર્કીંગ પ્રોફેશનલ્સના કૌશલ્ય વધારવાનો પણ હેતુ ધરાવે છે જેમાં વર્કીંગ પ્રોફેશનલ્સ માટે અભ્યાસક્રમ ફીના 50% સુધી અને અંડરગ્રેજ્યુએટ/ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ માટે અભ્યાસક્રમ ફીના 75% સુધીના પોલિસી ઈન્સેન્ટીવ્સનો સમાવેશ થાય છે.
- એલિજીબલ યુનિટ્સને ક્વોલિટી સર્ટિફિકેશન માટે સહાય મળશે, જેમાં રૂ.10 લાખની મર્યાદામાં ક્વોલિટી સર્ટિફિકેશન ફીના 80% સુધીનો ખર્ચ આવરી લેવામાં આવ્યો છે.