સંભલ કેસ પર બોલતા ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે મોટું નિવેદન આપ્યું છે. એક કાર્યક્રમમાં બોલતા સીએમ યોગીએ કહ્યું કે હું યોગી છું અને દરેક સંપ્રદાય અને ધર્મનું સન્માન કરું છું. પરંતુ કોઈ વ્યક્તિ બળજબરીથી કોઈ જગ્યા પર કબજો કરે અને કોઈની આસ્થાને નષ્ટ કરે તે સ્વીકાર્ય નથી. તેમણે કહ્યું કે સંભલમાં 68 તીર્થસ્થળો હતા અને અત્યાર સુધી અમે માત્ર 18 જ શોધી શક્યા છીએ. તાજેતરમાં જ સંભલના એક શિવ મંદિરમાં 56 વર્ષ બાદ જલાભિષેક કરવામાં આવ્યો હતો.
સંભલ કેસ અને તીર્થસ્થળો:
➡️ યોગી આદિત્યનાથ: “હું દરેક ધર્મનું સન્માન કરું છું, પણ બળજબરીથી દબાણ સ્વીકાર્ય નહીં.”
➡️ સંભલમાં 68 તીર્થસ્થળો હોવાની વાત, અત્યાર સુધી 18 જ શોધાઈ.
➡️ 56 વર્ષ બાદ સંભલના શિવ મંદિરમાં જલાભિષેક કરાયો.
મહાકુંભ 2025 અને ભારતની ઓળખ:
➡️ મહાકુંભ એ ભારતની સંસ્કૃતિનું વૈશ્વિક પ્રતીક – યોગી.
➡️ વિપક્ષની ટીકા: “કોંગ્રેસ-એસપી હંમેશા દેશની સનાતન સંસ્કૃતિ સામે.”
➡️ 1954ના કુંભમાં 1,000થી વધુ લોકોના મૃત્યુ, પરતુ 2025નો મહાકુંભ ભવ્ય અને સ્વચ્છ રહેશે.
વિપક્ષ પર આકરા પ્રહાર:
➡️ અખિલેશ યાદવ પર: “જેઓ મહાકુંભની સ્વચ્છતા પર શંકા કરી રહ્યા છે, તેઓએ 2013માં ગંદકી અને અરાજકતા ફેલાવી.”
➡️ 2013માં મોરેશિયસના વડાપ્રધાને સંગમમાં ડૂબકી લગાવવાની હિંમત ન કરી, આર્થિક કૌભાંડ અને દુર્ગંધનું વર્ણન.