આસામ સરકારએ સોમવારે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી કે રાજ્ય હવે પોતાનો ઉપગ્રહ (સેટેલાઇટ) લોંચ કરશે. આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ સામાજિક અને આર્થિક વિકાસના પ્રોજેક્ટ્સને વધુ અસરકારક રીતે અમલમાં મૂકવાનો છે.
આસામ સેટેલાઇટ પ્રોજેક્ટનાં મુખ્ય લાભો:
✅ ડેટા એકત્રિત કરવાનું સાધન: ઉપગ્રહ વિભિન્ન વિકાસ પ્રોજેક્ટ્સ માટે મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરશે.
✅ સીમા સુરક્ષા અને મોનિટરિંગ: અવૈધ ઘૂસણખોરી અને બોર્ડર મોનિટરિંગમાં મદદ કરશે.
✅ પ્રાકૃતિક આફતોની આગાહી: પૂર જેવી આફતો અંગે આગોતરી ચેતવણી આપશે.
✅ કૃષિ અને હવામાન માહિતી: ખેડૂતો માટે હવામાન સંબંધિત અને ખેતીમાં ઉપયોગી માહિતી પૂરી પાડશે.
ISRO સાથે સહયોગ:
આસામ સરકારે ISRO (Indian Space Research Organisation) સાથે સમજૂતી માટે ચર્ચા શરૂ કરી છે, જેથી આ મિશન ઝડપથી અમલમાં મૂકી શકાય.
આ ઉદ્ઘાટન આસામને ભારતનું પહેલું એવું રાજ્ય બનાવશે જે પોતાનો ઉપગ્રહ ધરાવતું હશે.
કેવી રીતે કામ કરશે ASSAMSAT
નાણામંત્રી અજન્તા નિયોગે આ અંગે માહિતી આપતા જણાવ્યું કે, આ ઉપગ્રહ ભારતીય અવકાશ વિભાગના IN SPACE (ઇન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઑથોરાઇઝેશન સેન્ટર) સાથે સહયોગથી વિકસિત કરવામાં આવશે.
નાણામંત્રીએ આ અંગે વધુ માહિતી આપતાં કહ્યું, ‘અમે અમારો પોતાનો ઉપગ્રહ ‘ASSAMSAT’ સ્થાપિત કરવા માંગીએ છીએ, કે જેથી કરીને સામાજિક આર્થિક વિકાસ પ્રોજેક્ટ્સના અસરકારક અમલીકરણ માટે સતત અને વિશ્વસનીય ડેટા મેળવી શકાય.
સેટેલાઇટથી કયા વિસ્તારોને ફાયદો થશે?
આ સેટેલાઇટથી કૃષિ, આપત્તિ વ્યવસ્થાપન, બુનિયાદી વિકાસ, સરહદ સુરક્ષા વ્યવસ્થાપન અને પોલીસ કામગીરીમાં ઉપયોગી સાબિત થશે. આ ઉપરાંત તે રાજ્યના વિદ્યાર્થીઓની વૈજ્ઞાનિક કલ્પનાશક્તિને વેગ આપવામાં કામ કરશે. કારણ કે તે IN SPACE અને ISROની મદદથી પ્રાયોગિક ઉપગ્રહો બનાવવાની પ્રક્રિયામાં સામેલ કરવામાં આવશે.
મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ એક પ્રેસ કોન્ફરેન્સમાં કહ્યું કે, ‘જો આપણી પાસે પોતાનો ઉપગ્રહ હશે, તો તે આપણને માહિતી આપશે કે કોઈ બહારની વ્યક્તિ રાજ્યમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી રહી છે કે નહીં, આ ઉપરાંત તે પૂર જેવી આફતો વિશે અગાઉથી માહિતી આપશે અને ખેડૂતો માટે હવામાન અંગે પણ રિપોર્ટ આપશે.’