જો તમે જર્મનીની સુંદરતા અને ઇતિહાસ માણવા ઇચ્છતા હોવ, તો તમારા માટે આ યોગ્ય સમય છે. તાજેતરના અપડેટ મુજબ, જર્મનીના પ્રવાસન ક્ષેત્રમાં ભારતીય પ્રવાસીઓના કારણે નોંધપાત્ર વૃદ્ધિ થઈ છે. ખાસ કરીને ભારત અને જર્મની વચ્ચેની ફ્લાઇટની ઉપલબ્ધતામાં વધારો આ વૃદ્ધિમાં મહત્વપૂર્ણ ફેક્ટર બની છે.
ઍર કનેક્ટિવિટી વધુ મજબૂત બની
જાન્યુઆરી 2019થી જાન્યુઆરી 2025 વચ્ચે સીધી ફ્લાઇચમાં 28%નો વધારો થયો છે. અગાઉ દર મહિને 241 ફ્લાઈટ હતી, જ્યારે હવે એ સંખ્યા 309 પર પહોંચી છે. આ કારણે હવે ભારતથી જર્મની જઈને ફરવું વધુ સરળ અને સુલભ બન્યું છે.
વિશિષ્ટ પેકેજથી ભારતીયો માટે આનંદદાયક અનુભવ
જર્મન નેશનલ ટૂરિસ્ટ બોર્ડ (GNTB) અને ભારતમાં જર્મન એમ્બેસી દ્વારા આયોજિત તાજેતરની પ્રેસ કોન્ફરન્સમાં જર્મનીને ભારતીય પ્રવાસીઓ માટે આદર્શ ડેસ્ટિનેશન તરીકે પ્રસ્તુત કરવામાં આવ્યું. વિવિધ રસપ્રદ વિષયો માટે ખાસ પેકેજ રજૂ કરવામાં આવ્યા – જેમ કે રોમાન્ટિક ટ્રીપ્સ, નેચર-બેઝ્ડ એડવેન્ચર અને સસ્ટેનેબલ ટૂરિઝમ વિકલ્પો.
આંકડા પણ વૃદ્ધિ દર્શાવે છે
2024માં જર્મનીમાં ભારતીય પ્રવાસીઓની સંખ્યા 8.6% વધી હતી. અગાઉના વર્ષ કરતાં 71,138 વધુ ભારતીય પ્રવાસીઓએ જર્મનીમાં પ્રવાસ કર્યો. સમગ્ર વર્ષે ભારતીય પ્રવાસીઓના કુલ 8,97,841 ઓવરનાઈટ સ્ટે નોંધાયા. સરેરાશ જર્મનીમાં રહેવાનો સમય પણ 2023માં 9.3 નાઈટ્સથી વધીને 2024માં 9.6 નાઈટ્સ થયો છે, જે તેમના ઊંડા સંલગ્નતાનું પ્રતિબિંબ છે.
વિઝા પ્રક્રિયામાં સરળતા લાવવા પ્રયાસ ચાલુ
ભારતીય પ્રવાસીઓની વધતી સંખ્યાને ધ્યાને રાખીને જર્મની હવે શેંગેન વિઝા પ્રક્રિયા સરળ બનાવવા માટે પ્રયત્નશીલ છે. આથી પ્રવાસ હવે વધુ સરળ અને ઝડપી બની શકે છે.