જમ્મૂ-કશ્મીરના પહેલગામની બૈસરન ઘાટીમાં મંગળવારે થયેલા આતંકી હુમલા પછી હજી પણ ત્યાં ભયનો માહોલ છે. નિશ્ચિત રીતે સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી છે, છતાં લોકોના મનમાં એક ભય જરૂર છે, જેના પરિણામે અનેક પ્રવાસીઓએ હવે કશ્મીર જવાનું રદ્દ કરી દીધું છે. બીજી બાજુ, ત્રણ મહિના પછી અમરનાથ યાત્રા શરૂ થવાની છે. તે સંબંધે હવે પ્રશ્ન ઊભો થાય છે કે શું આ યાત્રા થશે કે નહીં?
આનો જવાબ છે – હા, યાત્રા રદ નહીં થાય. આતંકી હુમલા છતાં 3 જુલાઈથી શરૂ થનારી અમરનાથ યાત્રા યથાવત રહેશે. જમ્મૂ-કશ્મીરના ડેપ્યુટી સીએમ સુરિન્દર ચૌધરીએ જણાવ્યું હતું કે શ્રદ્ધાળુઓએ ડરવાની જરૂર નથી. સૂત્રોના જણાવ્યા મુજબ 3 જુલાઈથી શરૂ થનારી યાત્રા માટે નવી સુરક્ષા યોજના લાગુ કરાશે.
#WATCH | #PahalgamTerroristAttack | Chandigarh | Former Punjab DGP Sarbdeep Singh Virk says, "Peace and prosperity were just being restored in Kashmir after a long time… Disruptive forces backed by Pakistan can't tolerate a peaceful and prosperous Kashmir. Kashmir is extremely… pic.twitter.com/hhDxIFBeg7
— ANI (@ANI) April 24, 2025
24 કલાક દેખરેખ, સુરક્ષા વ્યવસ્થામાં વધારો
વિશેષ કેન્દ્રિય કમાન્ડ સેન્ટર 24 કલાક યાત્રા પર નજર રાખશે. પહેલગામ અને સોનમાર્ગમાં પ્રવાસીઓની આવજા રોકી શકાય છે. તમામ ટ્રાન્ઝિટ કેમ્પમાં કડક સુરક્ષા રહેશે. ડ્રોન તથા અન્ય ઇલેક્ટ્રોનિક સર્વેલન્સ વધારવામાં આવશે. યાત્રામાં સામાન્ય રીતે નિયુક્ત રહેતાં દોઢ લાખ સુરક્ષા કર્મચારીઓની સંખ્યા પણ વધારવામાં આવશે.