પહેલગામ આતંકવાદી હુમલા પછી, પાકિસ્તાનને પાઠ ભણાવવા માટે કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે આખી રાત તણાવનું વાતાવરણ રહ્યું. શ્રીનગરના આકાશમાં ભારતીય વાયુસેનાના ફાઈટર જેટ્સ આખી રાત ઉડતા રહ્યા. વાયુસેનાના ફાઇટર જેટની સાથે સાથે ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટે પણ રાત્રે ઉડાન ભરી છે. ફાઇટર જેટ્સ સરહદની ખૂબ નજીક સુધી ઉડાન ભરી છે. આ દરમિયાન, એરબોર્ન વોર્નિંગ અને કંટ્રોલ સિસ્ટમથી સજ્જ વિમાનોએ દુશ્મન પર નજીકથી નજર રાખી. આ દરમિયાન પાકિસ્તાની વાયુસેનાના વિમાનો પણ ઉડાન ભરી રહ્યા હતા.
🇮🇳 "INDIA WARNS PAKISTAN"
The Indian Air Force (IAF) conducted exercise Aakraman (Attack), a large-scale operational drill across the central sector, showcasing its frontline fighter fleet led by the Rafale jets.
The IAF operates two Rafale squadrons, stationed at Ambala in… pic.twitter.com/jFYfcQd4QW
— WORLD AT WAR (@World_At_War_6) April 24, 2025
પાકિસ્તાનને પાઠ ભણાવવા માટે કાઉન્ટડાઉન શરૂ
પહેલગામ આતંકવાદી હુમલો પાકિસ્તાનને ખૂબ જ ભારે પડવાનો છે. ભારતીય સેનાની ત્રણેય વિંગ્સ એક્ટિવ થઈ ચુકી છે. જમ્મુ અને કાશ્મીરથી અરબી સમુદ્ર સુધી એક્ટિવિટીસ વધવા લાગી છે. પાકિસ્તાનને અડીને આવેલી સરહદ પર રાફેલે આકાશમાં પેટ્રોલિંગ શરૂ કરી દીધું છે. સરહદી ગામડાઓમાં ચેકિંગ ચાલી રહ્યું છે અને એક પછી એક આતંકવાદીઓના ઠેકાણાઓનો નાશ કરવામાં આવી રહ્યો છે. દેશની અંદર બેઠેલા દેશદ્રોહીઓ પર કડક નજર રાખવામાં આવી રહી છે.