ભારત સરકારના ગૃહ મંત્રાલય (MHA)એ દેશની તમામ ટીવી અને ડિજિટલ મીડિયા ચેનલોને એક એડવાઈઝરી આપતા ચેતવણી આપી છે કે, તેઓ દ્વારા તેમના રિપોર્ટિંગ, ડિબેટ અથવા વિઝ્યુઅલ પેકેજોમાં સિવિલ ડિફેન્સ એર રેઇડ સાયરનના અવાજનો બિનજરૂરી ઉપયોગ ન કરવામાં આવે.
Union Ministry of Home Affairs (MHA) has issued an advisory to all media channels to refrain from using Civil Defence Air Raid Sirens sounds in their programs other than community awareness drives: MHA order
— ANI (@ANI) May 10, 2025
મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે આ સાયરન સાઉન્ડનો ઉપયોગ ફક્ત સમુદાય જાગૃતિ અભિયાન માટે જ થવો જોઈએ. નહીં તો આ અવાજોનો ઉપયોગ જનતામાં બિનજરૂરી પેનિક અને ભ્રમ પેદા કરી શકે છે, ખાસ કરીને વર્તમાન ભારત-પાકિસ્તાન તણાવપૂર્ણ પરિસ્થિતિને જોતા તે મહત્વનું છે.
ગૃહ મંત્રાલયે એમ પણ જણાવ્યું છે કે જો કોઈ ચેનલ કે મીડિયા પ્લેટફોર્મ સૂચનાઓનું ઉલ્લંઘન કરશે તો તેમની સામે કડક કાર્યવાહી પણ થઈ શકે છે.