વૈશાખ સુદ ચૌદશ એટલે નરસિંહ ભગવાનની જયંતિ કે જે નડિયાદ તાલુકાના ઉતરસંડા ગામે અતિ પૌરાણિક નરસિંહ ભગવાનનું મંદિર આવેલું છે. આશરે 300 વર્ષ પહેલાં આ મંદિર એક સાધુએ બનાવ્યું હોવાની લોકવાયકા છે. તેમજ વૈશાખ સુદ ચૌદસના દિવસે ભગવાને નરસિંહ અવતાર લીધો હોવાથી ઠેર ઠેર નરસિંહ જયંતિની ધામધૂમ પૂર્વક ઉજવણી થતી હોય છે.
નોંધનીય છે કે, વિદેશ જવા માટે વિઝા માટે પણ અહીં બાધા માન્યતા રાખવામાં આવતી છે. સમગ્ર ગુજરાતમાંથી દરેક જ્ઞાતિના લોકો અહીં દર્શનાર્થે આવતા હોય છે, નરસિંહ જયંતી નિમિત્તે અન્નકૂટ ધરાઈને રાત્રે ભંડારાનું આયોજન થાય છે અને ત્યારબાદ રાત્રિના સમયે નરસિંહ ભગવાનના પાઠનું વાંચન કરવામાં આવતું હોય છે, જેની પૂર્ણાહુતિ સવારે કરવામાં આવતી હોય છે આ પાઠમાં મોટી સંખ્યામાં ગામના તથા આજુબાજુના ગામડાઓમાંથી દૂર દૂરથી આ પાઠનું લાભ લેવા શ્રદ્ધાળુઓ આવતા હોય છે.