વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈકાલે રાષ્ટ્રજોગ સંબોધન આપ્યા બાદ આજે પંજાબના આદમપુર એરબેઝ પહોંચ્યા છે. જ્યાં તેઓએ સેનાના જવાનોની મુલાકાત લીધી છે. આજે વહેલી સવારે વડાપ્રધાન મોદી આદમપુર એરબેઝ પહોંચ્યા હતાં. જ્યાં વાયુ સેનાના બહાદુર જવાનો સાથે વાતચીત કરી હતી. વાયુસેનાના જવાનો સાથે વડાપ્રધાન મોદી હળવાશની પળોમાં જોવા મળ્યા હતા. જવાનોએ તેમને વર્તમાન પરિસ્થિતિ અંગે માહિતી આપી હતી. જેમાં વડાપ્રધાન મોદીની એક તસવીર વાઈરલ થઈ છે. તસવીરમાં વડાપ્રધાન મોદી વાયુસેનાના વિમાનના ફોટો આગળ ઉભા છે. આ વિમાનની ઉપર એક સ્લોગન લખ્યું છે કે, દુશ્મનોના પાયલોટ કેમ આરામથી ઊંઘી શકતા નથી.
प्रधानमंत्री मोदी ने आदमपुर वायु सेना बेस का दौरा किया@narendramodi #NarendraModi @IAF_MCC #IndianArmy #IndianAirForce #IndianAirDefense #OperationSindoor #IndiaPakistanWar2025 pic.twitter.com/UUuMqhoK4B
— One India News (@oneindianewscom) May 13, 2025
ગઈકાલે વડાપ્રધાન મોદીએ દેશવાસીઓને સંબોધિત કરતાં સેનાના સાહસના વખાણ કર્યા હતાં. તેમજ તેમના સન્માન માટે દેશભરમાં તિરંગાયાત્રા યોજવાની જાહેરાત કરી હતી.