અરવલ્લીની ગીરી કંદરાઓ વચ્ચે પસાર થતા સાબરકાંઠાના ઈડર હિંમતનગર હાઇવે ઉપર રોકડિયા હનુમાનજીનું મંદિર આવેલું છે જ્યાં પ્રત્યેક શનિવારે, મંગળવારે હજારો ભક્તોની ભીડ ઉમટે છે કેટલાય વર્ષોથી વિવિધ પરચાઓ આપતા રોકડિયા હનુમાનજી સ્વયંભૂ હોવાના પગલે દિન પ્રતિદિન તેમની આસ્થામાં વધારો થઈ રહ્યો છે જે ભક્તજનો એકવાર મંદિરની મુલાકાત લે છે તે કાયમી દાદાના ભક્તજન બની રહે છે. સાબરકાંઠાના હિંમતનગર ઇડર હાઇવે ઉપર વક્તાપુર ગામ પાસે આવેલા રોકડિયા હનુમાનજી સ્વયંભૂ છે અહીં હજારો વર્ષોથી તેનું મહાત્મય સચવાયેલું છે. વિવિધ પરચાઓ તેમજ પૌરાણિક કથાની વાત કરવામાં આવે તો ઈડરના મહારાજા ને આર્થિક ધનની જરૂરિયાત પડી ત્યારે ભગવાને સ્વપ્નમાં દર્શન આપી સ્વયંભૂ રોકડિયા હનુમાનજી પાસે જવાનું કહ્યું હતું.
સ્વયંભૂ રોકડિયા હનુમાનજી
ઈડરના મહારાજા જાડી ઝાંખરા ની વચ્ચે આવેલા રોકડિયા હનુમાનજી મંદિરે દર્શનાર્થે જઈ બે પથ્થરોની વચ્ચેથી જરૂરિયાત જેટલું ધન મેળવ્યા બાદ પથ્થરોની જગ્યા આપોઆપ પુરાઈ ગઈ.. જેના પગલે ઈડરના મહારાજાથી લઇ આજદિન સુધીના ભક્તો માટે રોકડિયા હનુમાનજી સર્વ દુઃખોના નાશક રૂપ બની રહ્યા છે. સામાન્ય રીતે દરેક પ્રકારના મંદિરોમાં વિવિધ અબીલ ગુલાલ અગરબત્તી અને શ્રીફળ ની માનતાઓ મનાતી હોય છે ત્યારે હિંમતનગર નજીક આવેલા રોકડિયા હનુમાન મંદિરે પ્રતિ શનિવારે શ્રીફળ નો ભોગ ધરાવાય છે. હનુમાનજીના મંદિરે આવતા ભક્તજનોની સંખ્યામાં દિન પ્રતિદિન વધારો થતો રહેલો છે, છેલ્લા 40 વર્ષથી મંદિરના પટાંગણમાં અડદ તલ અગરબત્તી સહિત પૂજા સામગ્રી થકી સેવા કરનારા સેવકોમાં પણ હનુમાન દાદા પ્રત્યે અનેરો ભક્તિભાવ જોવા મળે છે તેમની દ્રષ્ટિએ હનુમાન દાદાના દર્શન માત્રથી દુઃખો દૂર થાય છે. રોકડિયા હનુમાનજીની બાજુમાં નીલકંઠ મહાદેવ બિરાજમાન છે. મહાદેવજીની બાજુમાં જ દત્તાત્રેય ભગવાનનું મંદિર આવેલુ છે. સાબરકાંઠા જિલ્લામાં નવગ્રહનું મંદિર માત્ર વક્તાપુર હનુમાનજીના મંદિરે જ આવેલુ છે. નવગ્રહની પૂજા કરવી હોય તો વક્તાપુર હનુમાનજીની બાજુમાં આવેલા નીલકંઠ મહાદેવમાં નવ ગ્રહોની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે જેના થકી ભક્તોના ગ્રહોનું નિવારક વર્ણન થાય છે તેમજ ભક્તોને નડતા ગ્રહોનો પૂજાપાઠ પણ થાય છે. મંદિર પરિસરમાં શ્રીરામ ભગવાનનું મંદિર અને માં અંબિકાનું મંદિર પણ આવેલું છે.
મંદિરે પ્રતિ શનિવારે શ્રીફળનો ભોગ
નીલકંઠ મહાદેવના મહેશ્વરી ગીરીબાપુએ આ મંદિરની સ્થાપના કરી હતી અને તેમના સ્વર્ગવાસ બાદ તેમની સમાધિ પણ કરવામાં આવી છે. કહેવાય છે કે મહેશ્વરી ગીરીબાપુને દાદાના સાક્ષાત્કાર થયા હતા જેને લઈને આસપાસના લોકો દાદાની મુલાકાતે આવતા અને પોતાની મનોકામના અને તકલીફો દાદાને કહેતા અને તકલીફો દૂર થતી. દરેક ભાવિકોની મનોકામના પૂર્ણ કરતા વકતાપુર રોકડિયા હનુમાનદાદાના ચરણોમાં લોકો પોતાનુ દુઃખ લઈને આવી સુખદ સમાધાન સાથે પાછા ફરે છે. રાજસ્થાનથી ઈડર હિંમતનગર હાઇવે પર રોજ આવતા જતા વાહનચાલકો દાદાના ચરણોમાં નમન કરી અગરબત્તી કરી ને જ આગળ જતા હોય છે. ઈડર હિંમતનગર હાઇવે ઉપર રોકડિયા હનુમાનજીના મંદિરે પ્રત્યેક શનિવાર સહિત મંગળવાર અને હનુમાન જયંતીના દિવસે ભક્તોનું ઘોડાપૂર ઉમટે છે સ્વયંભુ હનુમાનજીના ભક્તોની ભરપૂર આસ્થા શ્રદ્ધા દાદાથી જોડાયેલી છે. સ્વયંભૂ હનુમાનજીના ભક્તોની માનતા પૂર્ણ થવાના કેટલાય ઉદાહરણ મંદિરમાં મળી રહે છે, એવા પણ દર્શનાર્થીઓ છે જે વર્ષોથી રોકડિયા હનુમાનજીના દર્શને આજે પણ નિયમિત આવી રહ્યા છે. રોકડિયા હનુમાનજી મંદિરે હનુમાન દાદા ની કૃપાના કેટલાય ઉદાહરણો જોવા મળે છે અહીં અશક્ય ગણાતા હૃદય રોગને જડમૂળથી દૂર કરવા માટે હનુમાન દાદાના દર્શન થકી આજે છેલ્લા કેટલાય વર્ષોથી નીરોગી સ્વાસ્થ્ય મેળવનારા ભક્તો જોવા મળી રહ્યા છે.
રોકડિયા હનુમાન મંદિરે રણકતા રૂપિયા જેવો હિસાબ
કોઈપણ મંદિર કે આસ્થાની જગ્યા ઉપર રૂબરૂ જવાથી વિશેષ કૃપા પ્રાપ્ત થતી હોય છે ત્યારે રોકડિયા હનુમાન મંદિર હનુમાન દાદા આસ્થાનું કેન્દ્ર બની રહ્યા છે..હિંમતનગર ઇડર સહિત આસપાસના વિસ્તારો અને જિલ્લાઓ સહિત વિદેશના ભક્તજનો રોકડિયા હનુમાન મંદિરે પોતાની માનતાઓ પૂર્ણ કરવા આવી રહ્યા છે અને વિદેશમાં ગયેલા ભક્તજનો પણ દુઃખ દર્દ અને પીડાઓ રોકડિયા હનુમાન મંદિરના દર્શને આવી દૂર કરે છે. રોકડિયા હનુમાન મંદિરે રણકતા રૂપિયા જેવો હિસાબ જોવા મળે છે અહીં માત્ર દર્શન તેમજ કોઈપણ માનતા માની હોય તો વધુમાં વધુ ત્રણથી ચાર શનિવાર દર્શન કરવાથી કોઈ પણ પ્રકારની માનતા પૂર્ણ થતી હોય છે ત્યારે રોકડિયા હનુમાન દાદાની કૃપા સમગ્ર માનવજાત માટે સબળ અને સરળ બની તે આજના યુગની જરૂરિયાત છે.