નડિયાદ શહેરમાં એક વૃદ્ધ વ્યક્તિ સાથે એટીએમ કાર્ડ બદલીને છેતરપિંડી કર્યાની ઘટના સામે આવી છે, જેમાં ટાઉન પોલીસે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નડિયાદના મંજીપુરા રોડ ખાતે રહેતા ગત 16 મે ના રોજ 63 વર્ષીય મુળજીભાઈ રોહિત જેઓને પૈસાની જરૂર પડતા મિત્ર ઈશાકભાઈને એટીએમ કાર્ડ આપી પૈસા ઉપાડવા મોકલ્યા હતા, ઈશાકભાઈ નજીકના BOB ATM સેન્ટર પર ગયેલ ત્યાં એક શખ્સે મદદ કરવાના બહાને કાર્ડ બદલી નાખેલ, મિત્ર ઈશાકભાઈ પૈસા ન નીકળ્યા હોવાનું કહી પરત આવેલ, જે બાદ એક શખ્સે બે દિવસમાં 10-10 હજારના 10 ટ્રાન્જેક્શન કરી કુલ 1 લાખ રૂપિયા ઉપાડી લીધેલ. મુળજીભાઈને જ્યારે ખબર પડી ત્યારે તેમણે ATM કાર્ડ તપાસ્યું તો તે અન્ય વ્યક્તિનું નીકળેલ, જે બાદ તરત જ તેઓએ બેંકમાં જઈને ખાતું બ્લોક કરાવ્યું હતું.
આ અંગે ફરિયાદી મુળજીભાઈએ નડિયાદ ટાઉન પોલીસ મથકમાં અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.