click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: સતત ધોધમાર વરસાદ બાદ બેંગલુરુમાં પૂર જેવી પરિસ્થિતિ, 3ના મોત, 500થી વધુ ઘર ડૂબ્યાં
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > સતત ધોધમાર વરસાદ બાદ બેંગલુરુમાં પૂર જેવી પરિસ્થિતિ, 3ના મોત, 500થી વધુ ઘર ડૂબ્યાં
Gujarat

સતત ધોધમાર વરસાદ બાદ બેંગલુરુમાં પૂર જેવી પરિસ્થિતિ, 3ના મોત, 500થી વધુ ઘર ડૂબ્યાં

Last updated: 2025/05/20 at 4:17 પી એમ(PM)
One India News Team
Share
4 Min Read
SHARE

દેશભરમાં હવામાન પોતાના અલગ-અલગ રૂપ બતાવે છે. આ દરમિયાન IMDએ અનેક રાજ્યો માટે એલર્ટ જાહેર કર્યુ છે. ભારતીય હવામાન વિભાગ (IMD)એ બેંગલુરૂ માટે ઓરેન્જ એલર્ટ અને કર્ણાટકના વિવિધ વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કર્યું છે.

Contents
12 કલાકમાં 130 મીમી વરસાદએક દાયકાનો બીજો સૌથી વધુ વરસાદકમોસમી વરસાદથી અનેક લોકોના મોતડિઝાસ્ટર મેનેજમેન્ટ ફોર્સે હાથ ધરી કાર્યવાહીઅનેક વિસ્તારોમાં સર્જાયુ પૂર

#WATCH | Karnataka: Severe waterlogging persists in parts of Bengaluru city following heavy rainfall.

(Visuals from Shanti Nagar area and BMTC bus depot) pic.twitter.com/1WxDXCNbLt

— ANI (@ANI) May 20, 2025

12 કલાકમાં 130 મીમી વરસાદ

રવિવારે સાંજથી સોમવાર સવાર સુધી લગભગ 12 કલાકમાં 130 મીમી વરસાદથી બેંગલુરૂને ભારે નુકસાન થયું છે. અહીં ત્રણ લોકોના મોત નિપજ્યા છે, 500 ઘરોમાં પાણી ભરાઈ ગયા, 20થી વધુ તળાવો છલકાઈ ગયા છે. મહત્ત્વપૂર્ણ વિસ્તારોના ડઝનથી વધારે રસ્તા જળમાર્ગમાં ફેરવાઈ ગયા હતાં, અંડરપાસ અને ફ્લાઇઓવર પર પાણી ભરાઈ ગયા છે, વાહનવ્યવહાર પણ કલાકો સુધી ઠપ્પ રહ્યો અને બેંગલુરૂના અનેક વિસ્તારોમાં જાહેર સેવા ઠપ થઈ ગઈ છે.

એક દાયકાનો બીજો સૌથી વધુ વરસાદ

ભારે વરસાદ અને વાવાઝોડાએ શહેરના દક્ષિણ, ઉત્તર અને પૂર્વ વિસ્તારોમાં તબાહી મચાવી દીધી હતી. હવામાન વિભાગે આવનારા પાંચ દિવસો સુધી બેંગલુરૂમમાં ભારે વરસાદનું અનુમાન લગાવ્યું છે. BBMPના ચીફ કમિશનર મહેશ્વર રાવે તેને એક દાયકામાં બીજા નંબરનો સૌથી વધુ વરસાદ ગણાવ્યો છે.

#WATCH | Karnataka: Parts of Mangaluru city receive incessant heavy rainfall. A tree was uprooted in Kadri area of the city due to the heavy downpour. No injuries were reported. Road clearing operations are being undertaken.

The Indian Meteorological Department (IMD) has issued… pic.twitter.com/jmvIy8ENsV

— ANI (@ANI) May 20, 2025

કમોસમી વરસાદથી અનેક લોકોના મોત

સોમવારે સાંજે 6.15 વાગ્યાની આસપાસ દક્ષિણ બેંગલુરૂમાં ડોલર્સ કોલોની, બીટીએમ લેઆઉટ 2જી સ્ટેજમાં આવેલા મધુવન એપાર્ટમેન્ટમાં ભરાયેલા વરસાદી પાણીને બહાર કાઢવાનો પ્રયાસ કરતી વખતે 63 વર્ષીય મનમોહન કામથ અને 12 વર્ષીય સુરક્ષા ગાર્ડના પુત્ર દિનેશનું વીજળીના કરંટથી મૃત્યુ થયું. પહેલા માળે રહેતા કામથે પાણી બહાર કાઢવા માટે મોટર ખરીદી. તે જ સમયે, ગાર્ડ ભરતનો પુત્ર દિનેશ કામથને મદદ કરવા બહાર આવ્યો. જ્યારે મોટર પ્લગ ઇન કરવામાં આવી, ત્યારે બંનેને ઇલેક્ટ્રિક કરંટ લાગ્યો. અન્ય રહેવાસીઓ તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ ગયા, પરંતુ ત્યાં સુધી ઘણું મોડું થઈ ગયું હતું. નોંધનીય છે કે, દિનેશ ત્રણ મહિના પહેલા તેના માતા-પિતા સાથે નેપાળથી બેંગલુરુ આવ્યો હતો.

વ્હાઇટફિલ્ડમાં હાઉસકીપિંગ સ્ટાફ તરીકે કામ કરતી 32 વર્ષીય શશિકલાનું તેમની ઓફિસ પાસે આવેલી ઇમારતની દિવાલ ધરાશાયી થવાથી મોત નિપજ્યું હતું. મુખ્યમંત્રીએ તેમના પરિવારને 5 લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી છે.

ડિઝાસ્ટર મેનેજમેન્ટ ફોર્સે હાથ ધરી કાર્યવાહી

વ્હાઇટફિલ્ડથી લગભગ 50 કિમી દૂર, કેંગેરીના કોટે લેઆઉટમાં 100 ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા. અહીંના રસ્તાઓ ગટરમાં ફેરવાઈ ગયા હતા, જેના કારણે 44 ફોર-વ્હીલર અને 93 ટુ-વ્હીલર  તણાઈ ગયા હતા. આ સિવાય 27 વૃક્ષો ઉખડી ગયા હતા અને 43થી વધુ વૃક્ષોની ડાળીઓ તૂટી ગઈ હતી. સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ફોર્સે પૂરગ્રસ્ત ઘર અને મહોલ્લામાંથી લોકોને બચાવવા માટે હોડીઓ તૈનાત કરી હતી.

કર્ણાટક સ્ટેટ નેચરલ ડિઝાસ્ટર મોનિટરિંગ સેન્ટર અનુસાર, કોરામંગલા, બસવનગુડી, મરાઠાહલ્લી અને એચએએલ એરપોર્ટ જેવા અન્ય વિસ્તારોમાં પણ 90 મીમીથી વધુ વરસાદ નોંધાયો છે. યેલહંકાના 29 માંથી 20 તળાવો સંપૂર્ણ ક્ષમતાએ પહોંચી ગયા છે. સેન્ટ્રલ સિલ્ક બોર્ડ જંકશન પાણીમાં ડૂબી ગયું હતું.શહેરના કેન્દ્ર, ડબલ રોડ, રિચમંડ ટાઉન અને શાંતિ નગરમાં રસ્તાઓ પાણીમાં ડૂબી ગયા હતા અને ટુ-વ્હીલર પાણીમાં તરતા જોવા મળ્યા હતા. ગંભીર પૂરને કારણે ઇલેક્ટ્રોનિક્સ સિટી એલિવેટેડ એક્સપ્રેસ વે અને મરાઠાહલ્લી તરફ જતો આઉટર રિંગ રોડ બંધ કરવામાં આવ્યો છે. આ સિવાય જાહેર પરિવહન સેવાઓ પર ભારે અસર પડી છે. શાંતિનગરમાં આવેલા BMTC બસ ડેપો પાણીમાં ડૂબી ગયું હતું. BMTCના એક અધિકારીએ જણાવ્યું કે, જ્યારે ડ્રાઇવરો અને કંડક્ટરો સવારે 6 વાગ્યે પહોંચ્યા, ત્યારે તેઓ બસો બહાર ન કાઢી શક્યા. સેન્ટ્રલ ક્રાઈમ બ્રાન્ચ ઓફિસ પણ પાણીથી ભરાઈ ગઈ હતી, જેના કારણે ગ્રાઉન્ડ ફ્લોર પર આઠ રૂમમાં રાખેલા સત્તાવાર રેકોર્ડને નુકસાન થયું હતું.

અનેક વિસ્તારોમાં સર્જાયુ પૂર

મહાદેવપુરામાં ઓછામાં ઓછા 10 સ્થળોએ ભારે પૂર આવ્યું. સાઈ લેઆઉટ ફરીથી સંપૂર્ણપણે ડૂબી ગયું. રાહત કામગીરી માટે અધિકારીઓએ છ ટ્રેક્ટર, બે જેસીબી, ત્રણ ફાયર ટેન્ડર, 35 કર્મચારીઓ અને બે એસડીઆરએફ બોટ તૈનાત કરી હતી. અસરગ્રસ્ત રહેવાસીઓને ખોરાક અને પાણીનું વિતરણ કરવામાં આવ્યું. મરાઠાહલ્લી, ચિન્નાપ્પનહલ્લી 5મી ક્રોસ, પનાથુર અંડરપાસ, ગ્રીન હૂડ, ઇબલુર જંકશન, બાલાજી લેઆઉટ (કોથનુર), કૃષ્ણા નગર (એ નારાયણપુરા), સુનીલ લેઆઉટ, હરાલુર અને BSP લા ઉત (કસવાનહલ્લી)માં પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી.

 

You Might Also Like

ભારતના DG Army ની પાકિસ્તાનને ચેતવણી, આખુ પાકિસ્તાન અમારી રેન્જમાં છે, સંતાવવા માટેની પણ જગ્યા નહીં મળે

વૈશ્વિક પડકારો વચ્ચે પણ ભારતનું અર્થતંત્ર મજબૂત, ગ્રામીણ માગ વધવાનો અંદાજઃ જેપી મોર્ગન

નરખડીના રામદેવજી આશ્રમ ખાતે યોગ અને સંસ્કાર શિબિર યોજાયો

નવસારી મનપાએ પ્લાસ્ટિક પર ડ્રાઈવ હાથ ધરી

વાલોડ તાલુકામાં વિકાસના નામે 100 કરોડથી વધુ ના ભ્રષ્ટાચારમાં નાના કર્મચારીઓ ભોગ બની રહ્યા છે

TAGGED: @imd, @india, Bengaluru, Breaking news, guajrti news, HEAVY RAIN, heavy rainfall, high alert, oneindianews, rain, topnews, ધોધમાર વરસાદ, બેંગલુરૂ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team મે 20, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ મુદ્દે રેલવે મંત્રીએ આપ્યું આ મોટું અપડેટ
Next Article વાલોડ તાલુકામાં વિકાસના નામે 100 કરોડથી વધુ ના ભ્રષ્ટાચારમાં નાના કર્મચારીઓ ભોગ બની રહ્યા છે

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

ભારતના DG Army ની પાકિસ્તાનને ચેતવણી, આખુ પાકિસ્તાન અમારી રેન્જમાં છે, સંતાવવા માટેની પણ જગ્યા નહીં મળે
Gujarat મે 20, 2025
વૈશ્વિક પડકારો વચ્ચે પણ ભારતનું અર્થતંત્ર મજબૂત, ગ્રામીણ માગ વધવાનો અંદાજઃ જેપી મોર્ગન
મે 20, 2025
નરખડીના રામદેવજી આશ્રમ ખાતે યોગ અને સંસ્કાર શિબિર યોજાયો
Gujarat Narmada મે 20, 2025
નવસારી મનપાએ પ્લાસ્ટિક પર ડ્રાઈવ હાથ ધરી
Gujarat Navsari મે 20, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?