જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત સરકારે ઘણા કડક નિર્ણયો લીધા હતા. જેમાં અમૃતસરમાં અટારી બોર્ડર પર રિટ્રીટ સેરેમની પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. હવે જ્યારે બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ અને તણાવ ઓછો થઈ રહ્યો છે. તો ફરી એકવાર એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. અટારી બોર્ડર પર રિટ્રીટ સમારોહ ફરી શરૂ કરવામાં આવ્યો છે. જોકે પહેલા અને હવેની સરખામણીમાં તેમાં કેટલાક ફેરફારો કરવામાં આવ્યા છે.
The Beating the Retreat ceremonies at Attari-Wagah in Amritsar, Hussainiwala in Ferozepur and Sadqi in Fazilka will resume tomorrow in a scaled-down version, open to the public.#attariwagahborder #BeatingRetreat pic.twitter.com/jlSzVonfxn
— All India Radio News (@airnewsalerts) May 20, 2025
નવા ફેરફાર હેઠળ ન તો દરવાજો ખોલવામાં આવશે અને ન તો બંને દેશોના કમાન્ડરો હાથ મળાવશે. પહેલગામ આતંકવાદી હુમલા બાદ આ સરહદ બંધ કરી દેવામાં આવી હતી.
આ નિર્ણય અંગે એવું કહેવામાં આવ્યું હતું કે અટારી બોર્ડર પર આયોજિત રીટ્રીટ સમારોહ દેશની સરહદ સુરક્ષાનું પ્રતીકાત્મક પ્રદર્શન છે. જેમાં ધ્વજ ઉતારવાની કવાયતનું વિશેષ મહત્વ છે. આ પરંપરાગત પ્રદર્શન જોવા માટે લોકોમાં સ્વાભાવિક ઉત્સાહ છે. આ સમારોહ દેશવાસીઓમાં સશસ્ત્ર દળો પ્રત્યે કૃતજ્ઞતા અને આદરની ભાવના વધારે છે અને તે દેશમાં ગૌરવ અને દેશની સેવા માટે નવી ઉર્જાનો સંચાર કરે છે.