Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026 Ahmedabad 26°C

રાજ્યસભામાં ભારે હોબાળા વચ્ચે ‘ઓનલાઇન ગેમિંગ બિલ’ પસાર

રાજ્યસભામાં ભારે હોબાળા વચ્ચે ‘ઓનલાઇન ગેમિંગ બિલ’ પસાર

હવે દેશમાં ઓનલાઇન સટ્ટાબાજી (Online Betting)ને કાયદેસર રીતે દંડનીય ગુનો ગણવામાં આવશે. લોકસભામાં ગઈકાલે (20 ઓગસ્ટ) પસાર થયેલા ‘ઓનલાઇન ગેમિંગ બિલ’ને આજે (21 ઓગસ્ટ) રાજ્યસભાએ પણ મંજૂરી આપી દીધી છે. આ બિલનો હેતુ છે કે, ઓનલાઇન ગેમિંગ ઉદ્યોગને સુવ્યવસ્થિત રીતે નિયમિત (Regulate) કરવામાં આવે, ગેરકાયદેસર પ્રવૃત્તિઓને રોકવામાં આવે અને ખાસ કરીને ઓનલાઇન મની ગેમ્સ (Money Gaming) દ્વારા સમાજ પર પડતા ઘાતકી પ્રભાવને અટકાવવામાં આવે.

ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે સંસદમાં બિલ રજૂ કરતાં જણાવ્યું કે, છેલ્લા દાયકામાં ડિજિટલ ટેક્નોલોજી ખૂબ ઝડપથી વધી રહી છે અને તેના કારણે દેશની ઓળખ, સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમ અને રોજગારની નવી તકો ઊભી થઈ છે. તેમ છતાં આ જ ટેક્નોલોજીના એક ભાગ – ઓનલાઇન ગેમિંગ –માં ત્રણ સેગમેન્ટ છે:

  1. ઇ-સ્પોર્ટ્સ (E-Sports): અહીં ખેલાડીઓની સ્ટ્રેટેજિક થિંકિંગ, નિર્ણય લેવાની ક્ષમતા અને ટીમ કોઓર્ડિનેશન વધે છે. સરકાર આ સેગમેન્ટને પ્રોત્સાહિત કરવા માંગે છે.
  2. ઓનલાઇન સોશિયલ ગેમ્સ: જેમ કે ચેસ, સુડોકૂ, સોલિટેયર જેવી ગેમ્સ, જે શિક્ષણ અને સ્મૃતિ વધારવામાં મદદરૂપ થાય છે. આ સેગમેન્ટને પણ સરકાર સપોર્ટ કરશે.
  3. ઓનલાઇન મની ગેમ્સ: આ સેગમેન્ટમાં મોટો ખતરો છે. હજારો લોકો આમાં આકર્ષાઈને પોતાની જીવનભરની બચત ગુમાવી બેઠા છે. માત્ર કર્ણાટકમાં છેલ્લા 31 મહિનામાં 32 લોકોએ ગેમિંગના કારણે આર્થિક નુકસાનથી કંટાળી આત્મહત્યા કરી છે.

વૈષ્ણવએ કહ્યું કે, મની ગેમિંગના કારણે માત્ર વ્યક્તિગત અને કુટુંબીય નુકસાન જ નહીં, પરંતુ મની લોન્ડ્રિંગ, આતંકવાદને નાણાંકીય સપોર્ટ જેવા ગંભીર સુરક્ષા જોખમો ઊભા થયા છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)એ પણ ‘ઓનલાઇન ગેમિંગ ડિસઓર્ડર’ને એક નવી માનસિક બીમારી તરીકે જાહેર કરી છે, જે તેની ગંભીરતા દર્શાવે છે.

બિલ મુજબ, ઇ-સ્પોર્ટ્સ અને સોશિયલ ગેમ્સને પ્રોત્સાહિત કરવા માટે એક સ્વતંત્ર ઓથોરિટી બનાવવામાં આવશે, જે ગેમ ડેવલપર્સને સહાય કરશે, સ્ટાન્ડર્ડ ગાઈડલાઈન્સ બનાવશે અને સુરક્ષિત ગેમિંગને પ્રોત્સાહન આપશે. પરંતુ ઓનલાઇન મની ગેમિંગને કડક રીતે દંડનીય બનાવાશે. સરકાર તેવા એપ્સ અને તેના પ્રચાર-પ્રસાર કરનારા સેલિબ્રિટીઓ કે ઈન્ફ્લુએન્સર્સ સામે કાર્યવાહી કરશે.

સરકારના આ બિલ પાછળનો મુખ્ય ઉદ્દેશ સમાજના મધ્યમવર્ગીય પરિવારોને સુરક્ષિત રાખવાનો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ હંમેશા સમાજના હિતને પ્રથમ પ્રાથમિકતા આપવામાં આવી છે, અને આવું જ આ બિલમાં પણ જોવા મળે છે.

જો કે, સંસદમાં બિલ રજૂ કરતી વખતે વિરોધ પક્ષે બિહારના SIR મુદ્દે ચર્ચાની માગ કરી હોબાળો કર્યો, જેના કારણે બિલ પર વિશદ ચર્ચા થઈ શકી નહોતી. છતાં, ભારે ગડબડ વચ્ચે આ બિલ ધ્વનિમતથી પસાર કરવામાં આવ્યું અને ત્યારબાદ લોકસભાની કાર્યવાહી 21 ઓગસ્ટના રોજ સવારે 11 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી.

સરકારના અંદાજ મુજબ, હાલમાં દેશમાં 22 કરોડથી વધુ લોકો વિવિધ ઓનલાઇન ગેમિંગ એપ્સ સાથે જોડાયેલા છે, જેમાંથી 11 કરોડ લોકો નિયમિત યુઝર્સ છે. આ આંકડા દર્શાવે છે કે ઓનલાઇન ગેમિંગનું વ્યાપક પ્રસાર તો છે જ, પરંતુ સાથે જ તેના ગંભીર સામાજિક અને આર્થિક જોખમોને નિયંત્રિત કરવા માટે આ બિલ અત્યંત આવશ્યક હતું.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.