click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: નર્મદા જિલ્લા કલેક્ટર એસ.કે. મોદીની અધ્યક્ષતામાં જિલ્લા જળ અને સ્વચ્છતા મિશનની બેઠક યોજાઈ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > નર્મદા જિલ્લા કલેક્ટર એસ.કે. મોદીની અધ્યક્ષતામાં જિલ્લા જળ અને સ્વચ્છતા મિશનની બેઠક યોજાઈ
GujaratNarmada

નર્મદા જિલ્લા કલેક્ટર એસ.કે. મોદીની અધ્યક્ષતામાં જિલ્લા જળ અને સ્વચ્છતા મિશનની બેઠક યોજાઈ

નાગરિકો રોજિંદા વપરાશમાં સરફેસ વોટરનો વધુમાં વધુ ઉપયોગ કરે, ભૂગર્ભ વોટરનો બચાવ થાય, ગામોમાં શુદ્ધ પીવાનું પાણી સતત ઉપલબ્ધ રહે તેવી કામગીરી કરી નિયમિત પાણીના સેમ્પલ ટેસ્ટિંગ અંગે સૂચના આપતા કલેક્ટર

Last updated: 2025/09/02 at 2:41 પી એમ(PM)
One India News Team
Share
3 Min Read
SHARE

નર્મદા જિલ્લા કલેક્ટર એસ.કે. મોદીની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખાતે જિલ્લા જળ અને સ્વચ્છતા મિશન (વાસ્મો)ની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠક દરમિયાન ગત બેઠકના નિર્ણયો તથા કાર્યવાહી નોંધને મંજૂરી અપાઈ હતી. બાદમાં જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ચાલતી વિવિધ પાણી પુરવઠા યોજનાઓની સમીક્ષા કરવામાં આવી હતી.

કલેક્ટરએ ગામડાઓમાં વર્ષ દરમિયાન નાગરિકોને શુદ્ધ પીવાના પાણીની કોઈ અગવડ ન સર્જાય તે બાબતને ધ્યાનમાં રાખી તાત્કાલિક પગલાં લેવા પર ભાર મૂક્યો હતો. ખાસ કરીને ઓપરેટરની બાકી રહેલી નિમણૂંકો ઝડપથી પૂર્ણ કરવી, પમ્પીંગ મશીનરીની નિયમિત અને યોગ્ય જાળવણી, પાણીની ગુણવત્તાની નિયમિત ચકાસણી માટે સેમ્પલ ટેસ્ટિંગ, ભુગર્ભ જળને બચાવવા માટે નાગરિકો નદી- કેનાલ જેવા સરફેસ વોટરનો ઉપયોગ કરે તે દિશામાં કાર્ય કરવા તેમજ પ્રાથમિક શાળાઓ અને આંગણવાડીઓમાં સતત પાણીની ઉપલબ્ધિ રહે તેના ઉપર ભાર મૂકી ખાસ તાકીદ કરી હતી.

કલેક્ટર એ વેરા વસુલાત પ્રોત્સાહક યોજનાના અસરકારક અમલીકરણ, પાણી વિતરણ માટે ઓપરેટર તથા સ્વસહાય જૂથોની બહેનોનો સમાવેશ અને તેમને સમયસર મહેનતાણું ચુકવાય તેની સુનિશ્ચિતતા માટે સંબંધિતોને સુચના આપી હતી. તેમણે વધુમાં પાણી વિતરણ બાબતે સેચ્યુરેશન મોડમાં કામ કરવાની જરૂરિયાત પણ જણાવી હતી.

બેઠક દરમિયાન ઈ-ગ્રામ સુવિધા પોર્ટલ, પાણી વેરાની વસૂલાત, ઓપરેટરના વેતન, પાણી પુરવઠાની મરામત અને નિભાવણી પ્રોત્સાહન યોજનાઓ, જૂથ પાણી પૂરવઠા યોજના સહિત વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃતમાં ચર્ચા કરવામાં આવી હતી.

સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) અંતર્ગત થયેલી કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં વ્યક્તિગત શૌચાલયો, કોમ્યુનિટી સોક પિટ, કોમ્યુનિટી કંપોસ્ટ પિટ, સેગ્રિગેશન શેડ અને ઈલેક્ટ્રિક વાહનો મારફત કચરા નિકાલના મુદ્દાઓ પણ ચર્ચામાં લેવાયા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, નર્મદા જિલ્લાના કુલ ૫૨૨ ગામોમાંથી ૪૮૮ ગામોને જૂથ પાણી પુરવઠા યોજના(સરફેસ વોટર) હેઠળ આવરી લેવામાં આવ્યા છે. ઉપરાંત ઝરવાણી જૂથ યોજના અંતર્ગત ૫૪ ગામો તથા સાગબારા-દેડિયાપાડા ફળિયા કનેક્ટિવિટી યોજના હેઠળ ૬ ગામોને જોડવામાં આવ્યા છે.

આ બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક વાય. એસ. ચૌધરી, યુનિટ મેનેજરશ્રી વાસ્મો, જિલ્લા પાણી પૂરવઠા અધિકારી, તાલુકા વિકાસ અધિકારી ઓ તથા જિલ્લા જળ અને સ્વચ્છતા મિશનના સભ્યો ઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

શૈશવ રાવ (નર્મદા)

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠ બનશે ભારતીય સેનાના નવા વડા, 30 જૂને સંભાળશે આર્મી ચીફનો પદભાર

ગુજરાતની નવી ઔદ્યોગિક નીતિ-2026નું 15 જૂને થશે અનાવરણ, રોકાણ અને રોજગારીને મળશે નવી દિશા

અમદાવાદ એરપોર્ટ પર ₹4.26 કરોડનું સોનું ઝડપાયું, દુબઈથી આવેલી ફ્લાઈટના ટોઇલેટમાં સ્પીકર બોક્સમાં છુપાવ્યા હતા 24 બિસ્કિટ

34 જિલ્લાઓમાં સ્થાપિત થશે અન્નપૂર્તિ ગ્રેન ATM, ગુજરાત સરકારે ફાળવ્યા ₹10 કરોડ

વડોદરામાં બનતા C-295 વિમાનો કેમ છે ભારત માટે ગેમચેન્જર? જાણો સંપૂર્ણ વિગતો

TAGGED: District Water, guajrti news, gujarat, gujarat cm, gujarati news, Narmada, Narmada Collector, Narmada District Collector, Narmada District Collector SK Modi, oneindianews, Sanitation Mission, topnews, topnewschannelinindia, કલેક્ટર એસ.કે. મોદી, કલેક્ટર કચેરી, જિલ્લા કલેક્ટર કચેરી, નર્મદા જિલ્લા કલેક્ટર

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team સપ્ટેમ્બર 2, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ‘પવન ખેડા પાસે બે વોટર-ID કાર્ડ’, વોટ ચોરી મુદ્દે ભાજપનો રાહુલ ગાંધી પર વળતો પ્રહાર
Next Article RJD-કોંગ્રેસના મંચથી મારા સ્વર્ગવાસી માતાને ગાળો અપાઈ, હું તો માફ કરી દઇશ પણ ભારત નહીં કરે: PM મોદી

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠ બનશે ભારતીય સેનાના નવા વડા, 30 જૂને સંભાળશે આર્મી ચીફનો પદભાર
Gujarat જૂન 13, 2026
ગુજરાતની નવી ઔદ્યોગિક નીતિ-2026નું 15 જૂને થશે અનાવરણ, રોકાણ અને રોજગારીને મળશે નવી દિશા
Gujarat જૂન 13, 2026
અમદાવાદ એરપોર્ટ પર ₹4.26 કરોડનું સોનું ઝડપાયું, દુબઈથી આવેલી ફ્લાઈટના ટોઇલેટમાં સ્પીકર બોક્સમાં છુપાવ્યા હતા 24 બિસ્કિટ
Ahmedabad Gujarat જૂન 13, 2026
34 જિલ્લાઓમાં સ્થાપિત થશે અન્નપૂર્તિ ગ્રેન ATM, ગુજરાત સરકારે ફાળવ્યા ₹10 કરોડ
Gujarat જૂન 13, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?