વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે, નર્મદા જિલ્લાના શ્રી કમલમ્ ખાતે “સેવા પખવાડિયા” કાર્યક્રમની કાર્યશાળા યોજાઈ. આ કાર્યશાળા “સેવા એ જ સંગઠન, સેવા એ જ સંકલ્પ”ના ઉદ્દેશ સાથે આયોજિત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સેવા પખવાડિયા દક્ષિણ ઝોનના ઇન્ચાર્જ માધુભાઈ કથીરીયાજી, નર્મદા જિલ્લા પ્રભારી ધર્મેશભાઈ પંડ્યા, નર્મદા જિલ્લા પ્રમુખ નીલ રાવ, મહામંત્રીશ્રીઓ, જિલ્લાના ઇન્ચાર્જશ્રીઓ, મંડલ પ્રમુખ અને મહામંત્રીઓ તેમજ મોરચાના પ્રમુખ અને મહામંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યશાળામાં સેવા પખવાડિયા દરમિયાન આયોજિત થનારી વિવિધ સેવા પ્રવૃત્તિઓ અને કાર્યક્રમોની રૂપરેખા નક્કી કરવામાં આવી. ઉપસ્થિત મહાનુભાવોએ સેવા કાર્યો દ્વારા સમાજના વિકાસ અને સશક્તિકરણ માટેના પ્રયાસોને વધુ મજબૂત કરવાનો સંકલ્પ લીધો.આ કાર્યશાળાએ સ્થાનિક સ્તરે સેવા પ્રવૃત્તિઓને વેગ આપવા અને વડાપ્રધાનજીના સેવા ભાવનાના વિચારને આગળ વધારવા માટે નવો ઉત્સાહ જગાવ્યો છે. આગામી દિવસોમાં નર્મદા જિલ્લામાં વિવિધ સેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.
શૈશવ રાવ (નર્મદા)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel