Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026

સુરતમાં AAP નેતા રામ ધડુક વિરુદ્ધ FIR, ખંડણી અને હત્યાની ધમકીના આક્ષેપ

સુરતમાં AAP નેતા રામ ધડુક વિરુદ્ધ FIR, ખંડણી અને હત્યાની ધમકીના આક્ષેપ

આમ આદમી પાર્ટીના (AAP) ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી રામ ધડુક વિરુદ્ધ સુરતમાં ગંભીર આક્ષેપોને લઈને FIR નોંધાઈ છે. માહિતી મુજબ, સુરતના સારોલી પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ નીલેશ વિપુલભાઈ પાનસૂરિયા નામના વ્યક્તિએ નોંધાવી છે. ફરિયાદમાં ધડુક પર ખંડણી માંગવી, ધમકી આપવી અને ગાળો આપવાની ગંભીર ફરિયાદ કરવામાં આવી છે. ફરિયાદીના જણાવ્યા અનુસાર, ધડુકે વીજળી સંબંધિત એક વિવાદમાં રૂ. 10,000ની માંગણી કરી હતી. જ્યારે ફરિયાદીએ આ રકમ ચૂકવવાનો ઇનકાર કર્યો ત્યારે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી, જેના દરમિયાન ધડુકે તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

ફરિયાદમાં આ પણ જણાવાયું છે કે ધડુકે ફરિયાદીને અપશબ્દો કહી ધમકી આપી હતી અને આ સમગ્ર બોલાચાલીનો એક વિડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જે ઘટના અંગે વધુ ચર્ચા સર્જી રહ્યો છે. આ વિડિયો પુરાવા તરીકે પણ રજૂ કરવામાં આવ્યો છે. પોલીસએ ફરિયાદના આધારે રામ ધડુક વિરુદ્ધ ગુનાની નોંધ કરી તપાસ શરૂ કરી દીધી છે. પોલીસે જણાવ્યું છે કે આરોપોની પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને જો પૂરતા પુરાવા મળે તો આગળની કાર્યવાહી થશે.

બીજી તરફ, રામ ધડુકે આ તમામ આક્ષેપોને રાજકીય પ્રેરિત ગણાવ્યા છે. તેમણે જણાવ્યું કે ફરિયાદી વ્યક્તિ એક સમયે તેમનો નજીકનો મિત્ર હતો અને તેણે પોતાના વ્યક્તિગત કામ માટે પૈસા ઉછીના લીધા હતા. ધડુકના કહેવા મુજબ, તેમણે ફક્ત પોતાના પૈસા પાછા માંગ્યા હતા, જેના કારણે આ વિવાદ ઊભો થયો છે. ધડુકે આ મામલામાં ભાજપને વચ્ચે ખેંચતા જણાવ્યું કે આ FIR ભાજપના દબાણ હેઠળ નોંધવામાં આવી છે, કારણ કે ગુજરાતમાં AAPની વધતી લોકપ્રિયતા ભાજપને અસહ્ય બની રહી છે.

તેમણે આક્ષેપ લગાવ્યો કે ગુજરાતમાં આમ આદમી પાર્ટી સંગઠન સતત મજબૂત થઈ રહ્યું છે અને અનેક વિસ્તારોમાં લોકો BJP છોડીને AAPમાં જોડાઈ રહ્યા છે, જે ભાજપને નાપસંદ છે. આ કારણે રાજકીય દબાણ હેઠળ તેમના વિરુદ્ધ આ પ્રકારની FIR નોંધાવીને તેમને બદનામ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. હાલ પોલીસ આ સમગ્ર પ્રકરણની તપાસ કરી રહી છે અને બંને પક્ષોના નિવેદનો મેળવી રહી છે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

Filed under Surat Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.