દિલ્હી ખાતે આયોજિત ઇકોનોમિક ગ્રોથ ફાઉન્ડેશન ના ઉપક્રમે ગ્લોબલ આઇકોનિક અચીવર્સ એવોર્ડ – ૨૦૨૫ અંતર્ગત તેજસકુમાર બી. પટેલ, ચેરમેન, ધી ખેડા ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો-ઓપરેટિવ બેંક લિ., નડિયાદને બેંકિંગ ક્ષેત્રમાં તેમની ઉત્તમ સિદ્ધિઓ, નોંધપાત્ર યોગદાન તેમજ સમાજસેવા ક્ષેત્રે આપેલા સમર્પિત સેવાકાર્ય બદલ સર્ટિફિકેટ ઓફ એક્સલન્સ તથા એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ ગૌરવસભર સન્માન બદલ તેજસકુમાર બી. પટેલે ઇકોનોમિક ગ્રોથ ફાઉન્ડેશન તથા કાર્યક્રમના આયોજકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે તેજસકુમાર બી. પટેલે જણાવ્યું હતું કે, ધી ખેડા ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો-ઓપરેટિવ બેંક લિ. દ્વારા અમલમાં મૂકવામાં આવેલી વિવિધ વિકાસલક્ષી યોજનાઓના માધ્યમથી ખેડા, આણંદ જિલ્લાના વીરપુર તથા બાલાસિનોર તાલુકાના ખેડૂતો તથા પશુપાલકોના જીવનધોરણમાં સુધારો લાવવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને આવનાર સમયમાં પણ આ પ્રયાસો અવિરત રીતે ચાલુ રહેશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ સન્માન સહકારી ક્ષેત્રમાં કાર્યરત તમામ સહયોગીઓ, ખેડૂતો, પશુપાલકો તથા બેંકના કર્મચારીઓ ને સમર્પિત છે.
રિપોર્ટર – યેશા શાહ (ખેડા)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel