લક્ઝમ્બર્ગમાં ભારતીય સમુદાયને સંબોધતાં વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે પશ્ચિમી દેશોની દંભી અને દ્વિધા નીતિ પર તીખી ટીકા કરી. તેમણે કહ્યું કે અનેક પશ્ચિમી દેશો ભારતના આંતરિક તથા પ્રાદેશિક મુદ્દાઓ પર દૂર બેઠા બેઠા તણાવ વધવાની ચિંતા વ્યક્ત કરે છે અને મફતની સલાહ આપતા રહે છે, પરંતુ જ્યારે પોતાના વિસ્તારમાં હિંસા, સંઘર્ષ અને ગંભીર જોખમો ઊભા થાય છે ત્યારે તેઓ આંખ આડા કાન કરી લે છે.
#BREAKING: India’s External Affairs Minister Dr. S. Jaishankar: In this day & age, countries only do things that directly benefit them. But they want to offer us free advice. This happened during #OperationSindoor with countries saying they were worried that there is tension. Oh… pic.twitter.com/nXnQqjc3i4
— Aditya Raj Kaul (@AdityaRajKaul) January 7, 2026
‘ઓપરેશન સિંદૂર’નો ઉલ્લેખ કરતા જયશંકરે જણાવ્યું કે તે સમયે પણ આવી જ પ્રતિક્રિયાઓ જોવા મળી હતી, જ્યાં ભારતને ઉપદેશ આપવામાં આવ્યા હતા, પરંતુ સલાહ આપનાર દેશોએ પોતાના પ્રદેશમાં ચાલતી હિંસા અને તેના વૈશ્વિક પ્રભાવ પર વિચાર કર્યો નહોતો. તેમણે કહ્યું કે આજના સમયમાં દેશો પોતાની સુવિધા અને સીધા ફાયદાને ધ્યાનમાં રાખીને જ વલણ અપનાવે છે અને જે બોલે છે તે અમલમાં મૂકતા નથી—આ જ વૈશ્વિક રાજનીતિની વાસ્તવિકતા છે.
આ ઉપરાંત, વિદેશ મંત્રી જયશંકરે વેનેઝુએલામાં તાજેતરમાં સર્જાયેલા સંકટ પર ભારતની ગહેરી ચિંતા વ્યક્ત કરી. અમેરિકાની સૈનિક કાર્યવાહી ‘ઓપરેશન એબ્સોલ્યુટ રિઝોલ્વ’ બાદ વેનેઝુએલાના પૂર્વ પ્રમુખ નિકોલાસ મદુરો અને તેમની પત્નીને કારાકાસમાંથી પકડીને ન્યૂયોર્ક લઈ જવાના ઘટનાક્રમ પર પ્રતિભાવ આપતા તેમણે કહ્યું કે ભારત વેનેઝુએલાની પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે. જયશંકરે સ્પષ્ટ કર્યું કે વેનેઝુએલા સાથે ભારતના લાંબા સમયથી મિત્રસભર અને સહયોગી સંબંધો રહ્યા છે અને ભારત ઈચ્છે છે કે ત્યાં શાંતિ સ્થાપિત થાય. તેમણે તમામ સંબંધિત પક્ષોને સંવાદ અને વાટાઘાટો દ્વારા શાંતિપૂર્ણ ઉકેલ લાવવા, તેમજ વેનેઝુએલાના લોકોની સુરક્ષા અને કલ્યાણને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવા અપીલ કરી.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel