‘સિગારેટ પીવું સ્વાસ્થ્ય માટે હાનિકારક છે’, ‘સિગારેટ પીવાથી કેન્સર થાય છે’ આવી ઘણી ચેતવણીઓ ફિલ્મ શરુ થતા પહેલા જોવા મળે છે. સિગારેટના બોક્સ પર પણ આવી ચેતવણી લખેલી હોય છે. લોકોને સિગારેટ પ્રત્યે જાગરુક કરવા માટે સરકાર સિગારેટના બોક્સ ઉપર ચેતવણી લખે છે જે બતાવે છે કે સિગારેટ પીવાથી મોત થઇ શકે છે. પરંતુ સિગારેટ બોક્સમાંથી બહાર નીકળતાની સાથે આ ચેતવણીનો ડર સમાપ્ત થઇ જાય છે. પરંતું હવે એક દેશે સિગારેટ પીનારા લોકોને સિગારેટ પૂરી ન થાય ત્યાં સુધી ડરાવવાનું નક્કી કર્યું છે. કેનેડા વિશ્વનો પ્રથમ દેશ બનવા જઈ રહ્યો છે જે સિગારેટ ઉપર પણ મોત અંગેની ચેતવણી લખશે.
હાલ કેનેડા ખુબ ચર્ચામાં છે . આ ચર્ચાનું કારણ ત્યાનું મોસમ કે ડિફેન્સ ડીલ નથી. પરંતુ આ દેશ સિગારેટને લઈને ખુબ ચર્ચામાં બન્યું છે, કેનેડા દુનિયાનો પહેલો દેશ હશે જે સિગારેટના બોક્સની સાથે સાથે સિગારેટ ઉપર પણ મોત અંગેની ચ્ત્વાની લખશે. ભારત સહિત ઘણાં દેશોમાં સિગારેટના બોક્સ પર આ ચેતવણી લખેલી હોય છે, જેમાં બતાવવામાં આવે છે કે સિગારેટ પીવું કેટલું હાનિકારક છે. ભારતમાં કેન્સર પીડિતોના ગળા અને મોઢાની ફોટો પણ બોક્સ પર લગાવવામાં આવે છે. આવું એવા માટે કરવામાં આવે છે જેથી લોકો આ ફોટો અને ચેતવણી જોઇને સિગારેટ પીવાનું છોડી દે.
પરંતુ બોક્સ ખોલતાની સાથે જ તમામ ચેતવણીઓ ધુમાડામાં ઉડી જાય છે. ઘણા લોકો બોક્સને કચરામાં ફેંકી દે છે અને સિગારેટને તેમના સુંદર સિગારેટ કેસમાં રાખે છે. પરંતુ હવે કેનેડામાં આમ કર્યા પછી પણ લોકોના મનમાંથી મરવાનો ડર ખતમ નહીં થાય કારણ કે હવે ત્યાંના લોકોને છેલ્લા શ્વાસ સુધી કહેવામાં આવશે કે તેઓ સિગારેટ પીવાથી મરી શકે છે. અહેવાલ મુજબ આ ચેતવણી સિગારેટ પર અંગ્રેજી અને ફ્રેન્ચ ભાષામાં લખવામાં આવશે.
આ નિયમોને ટોબેકો પ્રોડક્ટના દેખાવ, પેકેજિંગ અને લેબલિંગ રેગ્યુલેશન્સના નામે લાવવામાં આવી રહ્યા છે, જે લોકોને સિગારેટથી દૂર રહેવામાં મદદ કરશે. સરકાર વર્ષ 2035 સુધીમાં સિગારેટ પીનારાઓની સંખ્યામાં 5 ટકાનો ઘટાડો કરવાનો લક્ષ્યાંક ધરાવે છે. આ જ ધ્યેય હાંસલ કરવા માટે આ કાયદો બનાવવામાં આવ્યો છે. આ નિયમ 1 ઓગસ્ટ 2023થી લાગુ થશે પરંતુ તેને તબક્કાવાર લાગુ કરવામાં આવશે. જે દુકાનદારો તમાકુ સંબંધિત પ્રોડક્ટ પેકેજ વેચે છે તેમણે એપ્રિલ 2024 સુધીમાં સિગારેટ પર આ ચેતવણી છાપવી પડશે. જુલાઇ 2024ના અંત સુધીમાં કિંગ સાઇઝ સિગારેટ પર ચેતવણીઓ છાપવી જરૂરી રહેશે અને સામાન્ય સિગારેટ અને અન્ય સામાન વેચતા દુકાનદારોએ એપ્રિલ 2025 સુધીમાં તેનો અમલ કરવો પડશે.