click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ગુજરાતમાં મેગા સ્પોર્ટ્સ પ્રોજેક્ટ : અમદાવાદમાં સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવનો માસ્ટર પ્લાન તૈયાર, ગેમ્સ માટે તૈયારી તેજ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Ahmedabad > ગુજરાતમાં મેગા સ્પોર્ટ્સ પ્રોજેક્ટ : અમદાવાદમાં સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવનો માસ્ટર પ્લાન તૈયાર, ગેમ્સ માટે તૈયારી તેજ
AhmedabadGujarat

ગુજરાતમાં મેગા સ્પોર્ટ્સ પ્રોજેક્ટ : અમદાવાદમાં સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવનો માસ્ટર પ્લાન તૈયાર, ગેમ્સ માટે તૈયારી તેજ

કોમનવેલ્થ તથા વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સનું આયોજન ગુજરાતમાં થવાનું છે. એવામાં અમદાવાદ શહેરમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમની આસપાસ સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવનો માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.

Last updated: 2026/02/17 at 11:56 એ એમ (AM)
One India News Team
Share
3 Min Read
SHARE

ગુજરાતમાં આવનારી કોમનવેલ્થ ગેમ્સ અને વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સના આયોજનને ધ્યાનમાં રાખીને અમદાવાદ શહેરમાં રમતગમતના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વૈશ્વિક સ્તરે વિકસાવવાની દિશામાં મોટું પગલું ભરવામાં આવ્યું છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની આસપાસ 350 એકરમાં ફેલાયેલો સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવનો માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. આ ભવ્ય પ્રોજેક્ટ માટે BDP, Cox Architecture અને Collage Designના કન્સોર્ટિયમ દ્વારા ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે.

Contents
350 એકરમાં ફેલાયેલું આધુનિક સ્પોર્ટ્સ હબભારતમાં પ્રથમ વખત ઇન્ટરનેશનલ લેવલનું ટેનિસ સેન્ટરખેલાડીઓ માટે ‘સ્પોર્ટિંગ આશ્રમ’ સમાન NISEભારતનું સૌથી મોટું ઇન્ડોર એરેના અને ભવ્ય એક્વેટિક સેન્ટરસાબરમતી રિવરફ્રન્ટ બનશે સેન્ટ્રલ ગેમ્સ પ્લાઝા

350 એકરમાં ફેલાયેલું આધુનિક સ્પોર્ટ્સ હબ

સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવમાં ઇન્ટરનેશનલ ટેનિસ સેન્ટર, ભારતનું સૌથી મોટું ઇન્ડોર એરેના, અદ્યતન એક્વેટિક સેન્ટર અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્પોર્ટ્સ એક્સેલન્સ (NISE)નું નિર્માણ કરવામાં આવશે. આ સમગ્ર સંકુલ આંતરરાષ્ટ્રીય રમતગમતની સ્પર્ધાઓ સાથે-સાથે ખેલાડીઓની તાલીમ, સંશોધન અને પુનર્વસન માટેનું કેન્દ્ર બનશે.

ભારતમાં પ્રથમ વખત ઇન્ટરનેશનલ લેવલનું ટેનિસ સેન્ટર

અમદાવાદમાં બનનારું ઇન્ટરનેશનલ ટેનિસ સેન્ટર ભારતમાં આ સ્તરનું પહેલું ટેનિસ સંકુલ હશે. તેમાં 10 હજાર બેઠક ક્ષમતાવાળું સેન્ટર કોર્ટ અને 5 હજાર તથા 3 હજાર બેઠક ધરાવતા શો કોર્ટ્સ બનાવાશે. કુદરતી પ્રકાશ અને છાંયડો જળવાઈ રહે તે માટે ફ્લોટિંગ ફેબ્રિક રૂફ ડિઝાઇન કરવામાં આવશે. ભવિષ્યમાં આ ટેનિસ સેન્ટરને ટેનિસ ક્લબ તરીકે પણ વિકસાવવામાં આવશે, જેમાં ઇન્ડોર-આઉટડોર કોર્ટ્સ અને હોસ્પિટાલિટી સુવિધાઓ ઉપલબ્ધ રહેશે.

ખેલાડીઓ માટે ‘સ્પોર્ટિંગ આશ્રમ’ સમાન NISE

ટેનિસ સેન્ટર અને મોદી સ્ટેડિયમની વચ્ચે સ્થિત નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્પોર્ટ્સ એક્સેલન્સ (NISE)ને ‘સ્પોર્ટિંગ આશ્રમ’ તરીકે ઓળખવામાં આવશે. અહીં દેશના ભાવિ રમતવીરો માટે અદ્યતન ટ્રેનિંગ હોલ, જીમ્નેશિયમ, રિકવરી ઇક્વિપમેન્ટ્સ અને બાયો-મેડિકલ સુવિધાઓ વિકસાવવામાં આવશે, જે ખેલાડીઓના સર્વાંગી વિકાસમાં મદદરૂપ બનશે.

ભારતનું સૌથી મોટું ઇન્ડોર એરેના અને ભવ્ય એક્વેટિક સેન્ટર

સ્પોર્ટ્સ એન્ક્લેવના પૂર્વ છેડે ભારતનું સૌથી મોટું ઇન્ડોર એરેના બનાવાશે, જેમાં એકસાથે 18 હજાર દર્શકો બેસી શકશે. અહીં જિમ્નાસ્ટિક્સ, બાસ્કેટબોલ, કબડ્ડી જેવી રમતો ઉપરાંત મોટા કોન્સર્ટ પણ યોજી શકાશે. એરેનાની ડિઝાઇન પરંપરાગત ઝરોખા અને છજ્જાથી પ્રેરિત હશે. પશ્ચિમ છેડે અને મોદી સ્ટેડિયમની બાજુમાં આંતરરાષ્ટ્રીય સ્તરનું એક્વેટિક સેન્ટર બનાવાશે, જેમાં 12 હજાર દર્શકો માટે બેઠકો હશે. અહીં સ્વિમિંગ, ડાઈવિંગ અને સિંક્રનાઇઝ્ડ સ્વિમિંગની વૈશ્વિક સ્પર્ધાઓ યોજી શકાશે. તેની ડિઝાઇન દિવાળીના સમયે સાબરમતી નદીમાં તરતા લાલટેનથી પ્રેરિત છે.

સાબરમતી રિવરફ્રન્ટ બનશે સેન્ટ્રલ ગેમ્સ પ્લાઝા

સાબરમતી રિવરફ્રન્ટને સેન્ટ્રલ ગેમ્સ પ્લાઝામાં ફેરવવાની યોજના છે. અહીં મેગા સ્પોર્ટ્સ ઇવેન્ટ બાદ પણ વર્ષભર ડાઈનિંગ ઝોન, કોમ્યુનિટી સ્પોર્ટ્સ કોર્ટ્સ અને અર્બન પાર્ક તરીકે શહેરના નાગરિકો ઉપયોગ કરી શકશે. સાથે જ બાયોડાયવર્સ પાર્ક અમદાવાદના ‘ફેફસાં’ તરીકે કાર્ય કરશે.

કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદમાં યોજાવાની સંભાવનાને કારણે એક અંદાજ મુજબ શહેરમાં હોસ્પિટાલિટી અને રિટેલ સેક્ટરમાં 20 હજારથી વધુ નોકરીઓનું સર્જન થશે. સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવના માસ્ટર પ્લાનમાં ચાર મુખ્ય સિદ્ધાંતો પર ભાર મૂકવામાં આવ્યો છે – આબોહવા પ્રત્યે પ્રતિભાવ, પ્રકૃતિ સાથે જોડાણ, આધુનિક આર્કિટેક્ચર અને ટકાઉ વારસો. મોદી સ્ટેડિયમની આસપાસ પ્લાઝા અને ગાર્ડન વિકસાવવામાં આવશે અને સમગ્ર સંકુલમાં હરિયાળીને વિશેષ મહત્વ આપવામાં આવશે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

ઘૂસણખોરી પર અમિત શાહનો કડક સંદેશ : “દરેક ઘૂસણખોરને દેશ બહાર હાંકી કાઢવામાં આવશે”

ભોપાલ ટ્વિશા શર્મા મોત કેસમાં મોટો વળાંક : AIIMS ટીમ દ્વારા ફરી પોસ્ટમોર્ટમ મંજૂર, હાઈકોર્ટનો કડક આદેશ

પશ્ચિમ બંગાળમાં મહિલાઓ માટે મોટી જાહેરાત : 1 જૂનથી રાજ્ય બસોમાં મફત મુસાફરી યોજના શરૂ

મિડલ ઈસ્ટ સંકટ વચ્ચે ભારતને મોટી રાહત : અમેરિકા ભારતને અનલિમિટેડ ઓઇલ-ગેસ સપ્લાય માટે તૈયાર, માર્કો રુબિયોની મોટી જાહેરાત

અમદાવાદમાં ગેરકાયદે કતલખાનાં પર તંત્રની મોટી કાર્યવાહી : દાણીલીમડામાં બુલડોઝર ફરી વળ્યું, અસામાજિક તત્ત્વોમાં ફફડાટ

TAGGED: @india, 2030 Commonwealth Games, ahmedabad, Ahmedabad AMC, ahmedabad collector, Ahmedabad Commonwealth Games, Ahmedabad development news, CM Gujarat, Commonwealth Games 2030 Ahmedabad, Commonwealth Games 2030 India, gujarat, Gujarat sports infrastructure, Gujarat Sports News, gujarati news, India largest indoor arena, India Sports Infrastructure, International Tennis Centre Ahmedabad, latest news, Mega Sports Project, Narendra Modi, Narendra Modi Stadium project, news channel in india, newschannelinindia, oneindianews, oneindianewsgujarat, pm modi, Politics, Sabarmati Riverfront games plaza, Sardar Patel Sports Enclave, top news channel, topnews, topnewschannelinindia, અમદાવાદ, અમદાવાદ શહેર, અમદાવાદ સમાચાર, કોમનવેલ્થ ગેમ્સ, કોમનવેલ્થ ગેમ્સ 2030, કોમનવેલ્થ ગેમ્સ 2030 અમદાવાદ, ગુજરાત, ગુજરાત વિકાસ, ગુજરાત સ્પોર્ટ્સ ન્યૂઝ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, ભારત કોમનવેલ્થ ગેમ્સ 2030, મેગા સ્પોર્ટ્સ પ્રોજેક્ટ, રમતગમત ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવ, સાબરમતી રિવરફ્રન્ટ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ફેબ્રુવારી 17, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ડીસા ગામમાં 4 યુવતીને અન્ય ધર્મના યુવકોનું લગ્ન માટે પ્રપોઝ, હાઈકોર્ટ સમક્ષ સરપંચે રક્ષણ માગ્યું
Next Article ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોં ત્રણ દિવસીય ભારત યાત્રાએ, મુંબઈ આગમન બાદ મોદી સાથે હાઈ લેવલ મીટિંગ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

ઘૂસણખોરી પર અમિત શાહનો કડક સંદેશ : “દરેક ઘૂસણખોરને દેશ બહાર હાંકી કાઢવામાં આવશે”
Gujarat મે 22, 2026
ભોપાલ ટ્વિશા શર્મા મોત કેસમાં મોટો વળાંક : AIIMS ટીમ દ્વારા ફરી પોસ્ટમોર્ટમ મંજૂર, હાઈકોર્ટનો કડક આદેશ
Gujarat મે 22, 2026
પશ્ચિમ બંગાળમાં મહિલાઓ માટે મોટી જાહેરાત : 1 જૂનથી રાજ્ય બસોમાં મફત મુસાફરી યોજના શરૂ
Gujarat મે 22, 2026
મિડલ ઈસ્ટ સંકટ વચ્ચે ભારતને મોટી રાહત : અમેરિકા ભારતને અનલિમિટેડ ઓઇલ-ગેસ સપ્લાય માટે તૈયાર, માર્કો રુબિયોની મોટી જાહેરાત
Gujarat મે 22, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?