click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની વિશેષ ઉપસ્થિતિમાં આદિવાસી ગૌરવ અભિવાદન સમારોહ યોજાયો
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની વિશેષ ઉપસ્થિતિમાં આદિવાસી ગૌરવ અભિવાદન સમારોહ યોજાયો
GujaratNarmada

નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની વિશેષ ઉપસ્થિતિમાં આદિવાસી ગૌરવ અભિવાદન સમારોહ યોજાયો

કોંગ્રેસ અને આપ ના ૧૦૦૦ થી વધુ કાર્યકર્તાઓએ કેસરિયો ખેસ ધારણ કરી ભાજપામાં જોડાયા.

Last updated: 2026/02/26 at 4:36 પી એમ(PM)
One India News Team
Share
3 Min Read
SHARE
Highlights
  • આદિવાસી સમાજ અને ભારતીય જનતા પાર્ટી એ એક સિક્કાની બે બાજુ છે - હર્ષભાઈ સંઘવી
  • નરેન્દ્રભાઈ મોદીના શાસનકાળમાં આદિવાસી વિસ્તારના છેવાડાના ગામોમાં શિક્ષણ, આરોગ્ય અને રસ્તા જેવી પાયાની સુવિધાઓ અસરકારકતા સાથે પંહોંચી - હર્ષભાઈ સંઘવી
  • આદિવાસી વિસ્તારોનો સાચો વિકાસ મોદીજીના નેતૃત્વ હેઠળની ભાજપ સરકારના ‘સુવર્ણયુગ’માં જ શક્ય બન્યો છે - હર્ષભાઈ સંઘવી
  • ડબલ એન્જિનની સરકારના નેતૃત્વમાં આદિવાસી સમાજ વિકાસની નવી ઊંચાઈઓ સર કરશે - હર્ષભાઈ સંઘવી
  • આદિવાસી ગૌરવ અભિવાદ સમારોહ પૂર્વે આયોજિત ભવ્ય રેલીના સમગ્ર રૂટમાં અનન્ય ઉત્સાહ સાથે આદિવાસી નાગરિકો ઉમટી પડ્યા

ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, આજે નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની વિશેષ ઉપસ્થિતિમાં આદિવાસી ગૌરવ અભિવાદન સમારોહ યોજાયો હતો જેમાં વિશાળ સંખ્યામાં આદિવાસી ભાઈઓ તથા બહેનો ઉત્સાહભેર સહભાગી થયા હતાં. આ કાર્યક્રમમાં પ્રદેશ મહામંત્રી અને દક્ષિણ ઝોન ઇન્ચાર્જ ડૉ. પ્રશાંતભાઈ કોરાટ, પ્રદેશ આદિજાતિ મોરચાના અધ્યક્ષ ગણપતભાઈ વસાવા, રાજ્ય સરકારના મંત્રી નરેશભાઈ પટેલ, સાંસદ મનસુખભાઈ વસાવા સહિત સ્થાનિક ભાજપા આગેવાનઓ, આદિવાસી સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ભગવાન બિરસા મુંડાને વંદન કરી વિશાળ આદિવાસી સંમેલનને સંબોધતા જણાવ્યું હતું કે, આદિવાસી સમાજની અતૂટ દેશભક્તિ ખરેખર વંદનીય છે. આજની ૨૫ વર્ષની યુવા પેઢીએ તો માત્ર ગુજરાતમાં ભાજપ અને નરેન્દ્રભાઇ મોદીનો ‘સુવર્ણયુગ’ જ જોયો છે, તેમને અગાઉના અન્યાયનો અંદાજ નથી. વડીલો સાક્ષી છે કે કોંગ્રેસના શાસનમાં રસ્તાઓ પર ખાડા નહીં પણ ખાડાઓમાં રસ્તા શોધવા પડતા હતા. આદિવાસી વિસ્તારોમાં રોડ-રસ્તા કે વીજળી પહોંચાડવાની કોઈ દાનત જ નહોતી. કોંગ્રેસ માત્ર ચૂંટણી સમયે આદિવાસી, દલિત અને ખેડૂતોની વાતો કરીને મતો લૂંટતી હતી, જ્યારે નરેન્દ્રભાઈ મોદીના શાસનમાં આવ્યા પછી જ આદિવાસી વિસ્તારના છેવાડાના ગામોમાં શિક્ષણ, આરોગ્ય અને રસ્તા જેવી પાયાની સુવિધાઓ પહોંચી છે. આદિવાસી સમાજ અને ભારતીય જનતા પાર્ટી એ એક સિક્કાની બે બાજુ છે. આદિવાસી વિસ્તારોનો સાચો વિકાસ મોદીજીના નેતૃત્વ હેઠળની ભાજપ સરકારના ‘સુવર્ણયુગ’માં જ શક્ય બન્યો છે.

તેઓએ અન્ય પક્ષના નેતાઓને ટકોર કરી કહ્યું કે, નેતાઓએ સમાજના ભાગલા પાડવાને બદલે સમાજને મુખ્યધારામાં જોડવાનો પ્રયાસ કરવો જોઈએ. સોશિયલ મીડિયા અને મીડિયામાં આરોપ-પ્રત્યારોપ અને ભાડકાવવાનો પ્રયાસ કરી યુવાનોને ગેરમાર્ગે દોરવાથી કદાચ પ્રસિદ્ધિ મળી શકે, પરંતુ તે માત્ર આદિવાસી સમાજને વોટબેંક સમજી કરવામાં આવતો દુસ્પ્રયાસ છે, આદિવાસી સમાજ કોઈને છોડશે નહીં.

રાજ્ય સરકારના બજેટ અંગે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે આ વર્ષે બજેટમાં આદિવાસી અને વંચિતો માટે અનેક નૂતન આયામો ખોલ્યા છે. હવે આદિવાસી વિસ્તારોમાં નવા ટાવરો ઉભા કરવામાં આવશે, જેથી નાનકડા ગામડાઓમાં પણ હાઈ સ્પીડ ઇન્ટરનેટ કનેક્ટિવિટી ઉપલબ્ધ બનશે.

ભાગલાવાદી અને તુષ્ટિકરણની રાજનીતિ છોડી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં થઈ રહેલી વિકાસની રાજનીતિથી પ્રેરાઈને કોંગ્રેસ અને આપના ૧૦૦૦ થી વધુ કાર્યકર્તા આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતાં. નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ આપ’ના પૂર્વ ઉમેદવાર ડૉ. પ્રફુલભાઈ વસાવા, એડવોકેટ રાજ વસાવા, કોંગ્રેસના આગેવાન અનવરભાઈ વસાવા અને શ્યામસિંહ વસાવા સહિતના આગેવાનો અને કાર્યકરોનું ભાજપાનો કેસરિયો ખેસ પહેરાવી સ્વાગત કર્યું હતું. આગામી સમયમાં ડબલ એન્જિનની સરકારના નેતૃત્વમાં આદિવાસી સમાજ વિકાસની નવી ઊંચાઈઓ સર કરશે તેવો વિશ્વાસ હર્ષભાઈ સંઘવીએ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે પ્રદેશ આદિજાતિ મોરચાના અધ્યક્ષગણપતભાઈ વસાવા અને રાજ્ય સરકારના મંત્રી નરેશભાઈ પટેલે પણ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું.

આદિવાસી ગૌરવ અભિવાદ સમારોહ પૂર્વે આયોજિત ભવ્ય રેલીના સમગ્ર રૂટમાં અનન્ય ઉત્સાહ સાથે આદિવાસી નાગરિકો ઉમટી પડ્યા હતાં. વિશાળ સંખ્યામાં નાગરિકોને રેલીમાં જોડાઈને નાયબ મુખ્યપ્રધાનશ્રી હર્ષભાઈ સંઘવીનું સ્વાગત-અભિવાદન કર્યું હતું.

 

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર

ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

TAGGED: @india, Bhupendra Patel government budget, Breaking news, CM Gujarat, Congress workers joined BJP, Dediyapada Narmada event, Dediyapada rally news, Double engine government Gujarat, Ganpat Vasava BJP Tribal Morcha, gujarat, Gujarat BJP news, Gujarat political news, Harsh Sanghavi Dediyapada visit, Harshabhai Sanghvi, latest news, Mansukh Vasava MP, Narendra Modi, Narendra Modi development model, Narmada, Narmada Collector, Narmada Collector S.K. Modi, Narmada district BJP event, news channel in india, newschannelinindia, oneindianews, oneindianewscom, oneindianewsgujarat, Politics, top news channel, topnews, topnewschannelinindia, Tribal area development Gujarat, Tribal development Gujarat, Tribal Gaurav Abhivadan Samaroha, આદિવાસી ગૌરવ અભિવાદન સમારોહ, આદિવાસી વિસ્તારોમાં વિકાસ, આદિવાસી સમાજ વિકાસ, ગણપત વસાવા આદિજાતિ મોરચા, ગુજરાત ભાજપા સમાચાર, ગુજરાત રાજકારણ સમાચાર, ડબલ એન્જિન સરકાર ગુજરાત, ડેડીયાપાડા નર્મદા કાર્યક્રમ, ડેડીયાપાડા રેલી સમાચાર, નરેન્દ્ર મોદી વિકાસ મોડેલ, નર્મદા જિલ્લામાં ભાજપ કાર્યક્રમ, ભાજપમાં જોડાયા કોંગ્રેસ કાર્યકર્તા, ભૂપેન્દ્ર પટેલ સરકાર બજેટ, મનસુખ વસાવા સાંસદ, હર્ષ સંઘવી ડેડીયાપાડા મુલાકાત

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ફેબ્રુવારી 26, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article દિલ્હી બ્લાસ્ટ સડયંત્ર ફાશ : ઝમીર અહેમદ સહિત 2ની ધરપકડ, આતંકી સંગઠનનો સ્લીપર સેલ ખુલ્યો
Next Article પીએમ મોદીએ હોલોકોસ્ટ સંગ્રહાલય વાશેમમાં પીડિતોને આપી શ્રદ્ધાંજલિ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો
Ahmedabad Gujarat એપ્રિલ 18, 2026
“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?