દેવ ધામણ માલ ખાતે આજે 17મો વાર્ષિક કાર્યક્રમ તથા હિન્દુ સંમેલન ભવ્ય રીતે યોજાયું હતું. કાર્યક્રમમાં સાત પુડંચેલ વિસ્તાર સહિત આજુબાજુના ગામોમાંથી હિન્દુ સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે પૂજ્ય ખુમાનદાસજી મહારાજ, પૂજ્ય સંગમદાસજી મહારાજ, શ્રી અશ્વિનભાઈ ચીખલીયા, શ્રી રામકિશોરભાઈ પટેલ, શ્રી વિજયભાઈ સુરતિયા, શ્રી સોમજીભાઈ વસાવા તેમજ વિવિધ વિસ્તારોમાંથી પધારેલા સાધુ-સંતો, મહંતો અને ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા. ભક્તજનો ઘોડા સાથે ધામ પર પહોંચ્યા હતા અને પરંપરાગત રીતરિવાજો સાથે પૂજ્ય અર્ચન-પૂજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન ધાર્મિક પ્રવચનો, ભજન-કીર્તન અને હિન્દુ એકતા અંગેના સંદેશો આપવામાં આવ્યા હતા. વક્તાઓએ સમાજમાં સંસ્કાર, એકતા અને ધાર્મિક મૂલ્યો જાળવવાની અપીલ કરી હતી. સમગ્ર કાર્યક્રમ ધાર્મિક ઉત્સાહ અને શ્રદ્ધાભાવે પૂર્ણ થયો હતો.
આ પ્રસંગે આયોજક મંડળ દ્વારા તમામ મહેમાનો અને ભક્તજનોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. કાર્યક્રમને સફળ બનાવવા માટે સેવાભાવી કાર્યકર્તાઓએ વિશેષ મહેનત કરી હતી.
શૈશવ રાવ (નર્મદા)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel