મુખ્યમંત્રીશ્રીના પ્રવાસ દરમિયાન યોજાનારા વિવિધ કાર્યક્રમોની તૈયારી, જવાબદારીઓના વિતરણ, વ્યવસ્થાપન અને સંગઠનાત્મક આયોજન અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમ સ્થળની વ્યવસ્થા, કાર્યકર્તાઓની ફરજ, આગેવાનોની ભૂમિકા તેમજ અન્ય વ્યવહારુ તૈયારીઓ અંગે વિગતવાર વિચારવિમર્શ કરવામાં આવ્યો હતો.
બેઠકમાં પ્રદેશ આદિજાતી મોરચા પ્રમુખ શ્રી ગણપતસિંહ વસાવાજી, નર્મદા જિલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી નીલકુમાર રાવ, જિલ્લા પ્રભારી શ્રી અર્જુનભાઈ ચૌધરીજી, જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી હિતેશભાઈ વસાવાજી, પૂર્વ મંત્રી શ્રી મોતીભાઈ વસાવાજી, પ્રદેશ આદિજાતી મોરચા ઉપપ્રમુખ શ્રી શંકરભાઈ વસાવાજી સહિત જિલ્લા સંગઠન હોદેદારશ્રીઓ, જિલ્લા પંચાયત સદસ્ય શ્રીમતી પર્યુષાબેન વસાવા, જિલ્લા અને તાલુકા પંચાયત સભ્યશ્રીઓ, મંડલ હોદેદારશ્રીઓ તેમજ આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.
બેઠક દરમિયાન મુખ્યમંત્રીશ્રીના પ્રવાસને ઐતિહાસિક અને સફળ બનાવવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો. સર્વે કાર્યકર્તાઓએ સક્રિય સહભાગિતાનું આશ્વાસન આપતાં કાર્યક્રમને સફળ બનાવવા પ્રતિબદ્ધતા દર્શાવી હતી.
શૈશવ રાવ
અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો
Like, Share and Subscribe our YouTube channel