ગાંધીનગરમાં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (GCCI) દ્વારા આયોજિત બીજા એન્યુઅલ ટ્રેડ એક્સ્પોનું ઉદ્ઘાટન કરતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલએ ગુજરાતના સર્વાંગી વિકાસ મોડલને વિશ્વ માટે પ્રેરણારૂપ ગણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ ગુજરાત ટ્રેડ, કોમર્સ, કલ્ચર અને ઈન્ડસ્ટ્રીના સમન્વયથી એક મજબૂત આર્થિક શક્તિ તરીકે ઊભર્યું છે.
18,000 ચોરસ મીટરમાં ફેલાયેલ વિશાળ ટ્રેડ એક્સ્પો
ગાંધીનગરના એક્ઝિબિશન સેન્ટર ખાતે આયોજિત આ “ગુજરાત એડવાન્સ્ડ ટેક્નોલોજી એન્ડ ઈકોનોમી એક્સ્પો-2026” 16 થી 18 એપ્રિલ દરમિયાન યોજાઈ રહ્યો છે. લગભગ 18,000 ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલા આ એક્સ્પોમાં 16થી વધુ સેક્ટર્સના સ્ટોલ્સ મૂકવામાં આવ્યા છે. તેમાં ઓટોમોબાઈલ, રિન્યુએબલ એનર્જી, આઈટી, ફાર્માસ્યુટિકલ્સ, ટેક્સટાઈલ્સ ઉપરાંત AI અને સાયબર સિક્યુરિટી જેવા આધુનિક ક્ષેત્રો પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે.
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત આજે વિશ્વની ત્રીજી સૌથી મોટી આર્થિક સત્તા બનવા તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે, ત્યારે આ એક્સ્પોનું આયોજન ઉદ્યોગજગતને ઘણું લાભદાયી બની રહેશે.
તેમના માર્ગદર્શનમાં ગુજરાત આજે ટ્રેડ-ટ્રેડિશન, કોમર્સ-કલ્ચર અને… pic.twitter.com/KB3km8kc2c
— Bhupendra Patel (@Bhupendrapbjp) April 16, 2026
MSME અને યુવા ઉદ્યોગસાહસિકો માટે ગ્લોબલ પ્લેટફોર્મ
મુખ્યમંત્રીએ “ગુજરાત વિઝન – ગ્લોબલ એમ્બિશન” થીમ પર આધારિત આ એક્સ્પોને MSME અને યુવા સાહસિકો માટે “લોકલથી ગ્લોબલ” પ્લેટફોર્મ ગણાવ્યું હતું. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ પ્રકારના પ્લેટફોર્મથી નવી પેઢીના ઉદ્યોગકારોને વૈશ્વિક બજારમાં પોતાની ઓળખ ઉભી કરવાની તક મળશે.
વાયબ્રન્ટ સમિટથી ગુજરાત બન્યું ‘ગ્લોબલ ગેટવે’
CM ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે વાયબ્રન્ટ સમિટની સફળતાએ ગુજરાતને “Global Gateway to the Future” બનાવ્યું છે. પોલિસી-ડ્રિવન સ્ટેટ તરીકે ગુજરાતની ઓળખ મજબૂત બનાવવામાં GCCIએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. રાજ્ય સરકાર અને ઉદ્યોગ સંગઠનો વચ્ચેનો સહયોગ વિકાસને નવી ગતિ આપે છે.
ગ્રીન ગ્રોથ અને ઈમર્જિંગ સેક્ટર્સમાં આગેવાની
મુખ્યમંત્રીએ ઉમેર્યું કે “Make in India, Made for the World”ના ધ્યેયને સાકાર કરવા માટે ગુજરાત ગ્રીન એનર્જી, EV મેન્યુફેક્ચરીંગ, સેમિકન્ડક્ટર અને રિન્યુએબલ એનર્જી જેવા ક્ષેત્રોમાં આગેવાની લઈ રહ્યું છે. તેમણે જણાવ્યું કે દેશના GDPમાં ગુજરાતનો 8.3%, ઈન્ડસ્ટ્રીયલ આઉટપુટમાં 18% અને એક્સપોર્ટમાં 31% ફાળો રાજ્યની આર્થિક શક્તિ દર્શાવે છે.
ઉદ્યોગ જગતના અગ્રણીઓની હાજરી
આ પ્રસંગે જીનલ મહેતાએ વૈશ્વિક જીઓપોલિટિકલ અનિશ્ચિતતા વચ્ચે ભારતની ઉદ્યોગ નીતિઓને નવી દિશા આપનાર ગણાવી હતી. GCCI પ્રમુખ સંદીપ એન્જિનિયરએ જણાવ્યું કે આ એક્સ્પો “વિકસિત ગુજરાતથી વિકસિત ભારત”ના વિઝનને સાકાર કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે.
તેમણે વધુમાં જણાવ્યું કે આ એક્સ્પોમાં 610 જેટલા એક્ઝિબિટર્સે નોંધણી કરાવી છે, જ્યારે 30,000થી વધુ મુલાકાતીઓ પહેલેથી જ નોંધાઈ ચૂક્યા છે અને આ સંખ્યા 50,000 સુધી પહોંચવાની શક્યતા છે. કાર્યક્રમમાં ગાંધીનગરના મેયર મીરાબેન પટેલ સહિત અનેક ઉદ્યોગસાહસિકો અને આગેવાનો હાજર રહ્યા હતા.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel