ગાંધીનગરમાં યોજાયેલા ‘નારી શક્તિ વંદન સંમેલન’માં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એ મહિલા સશક્તિકરણને લઈને મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે, ‘વુમન લેડ ડેવલપમેન્ટ’ દ્વારા 2047 સુધી વિકસિત ભારતના નિર્માણમાં મહિલાઓની સહભાગિતા અત્યંત મહત્વપૂર્ણ રહેશે. વિધાનસભાથી લઈને સંસદ સુધી મહિલાઓને 33 ટકા અનામત મળે તે માટે કેન્દ્ર સરકારનો દૃઢ નિશ્ચય છે.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, નીતિ નિર્ધારણમાં મહિલાઓની સક્રિય ભાગીદારીથી શાસન વધુ સંવેદનશીલ, પારદર્શક અને સંતુલિત બનશે. તેમણે વર્ષ 2023માં પસાર થયેલા ‘નારી શક્તિ વંદન અધિનિયમ’ને 21મી સદીના ભારતના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાવા લાયક ઘટના ગણાવી હતી. આ અધિનિયમ માત્ર મહિલા અનામતનો કાયદો નથી, પરંતુ રાજકીય ક્ષેત્રમાં ક્રાંતિ લાવનાર ઐતિહાસિક દસ્તાવેજ છે.
LIVE: નારીશક્તિ વંદના કાર્યક્રમમાં ઉપસ્થિતિ. સ્થળ : ટાઉન હોલ, ગાંધીનગર https://t.co/cilHYah5Bv
— Bhupendra Patel (@Bhupendrapbjp) April 15, 2026
પ્રધાનમંત્રીની પ્રેરણા અને વિશેષ સત્ર
મુખ્યમંત્રી પટેલે જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ મહિલા સશક્તિકરણ માટે અનેક ઐતિહાસિક પગલાં લેવામાં આવી રહ્યા છે. આ દિશામાં સંસદનું વિશેષ ત્રણ દિવસીય સત્ર યોજાઈ રહ્યું છે, જેમાં મહિલા અનામત કાયદાને ઝડપથી અમલમાં લાવવા માટે જરૂરી બંધારણીય સુધારાઓ કરવામાં આવશે.
તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ભારતીય સંસ્કૃતિમાં નારીને હંમેશા ઊંચું સ્થાન મળ્યું છે અને આ અધિનિયમ તેને નવી ઊંચાઈઓ સુધી પહોંચાડશે.
ગુજરાતમાં નારી સશક્તિકરણના પ્રયાસો
મુખ્યમંત્રી પટેલે ગૌરવપૂર્વક જણાવ્યું કે ગુજરાત હંમેશા મહિલાઓ માટેની નીતિઓમાં અગ્રેસર રહ્યું છે. રાજ્યમાં પશુપાલન અને ડેરી ક્ષેત્રની સફળતા પાછળ મહિલાઓનો વિશાળ ફાળો રહ્યો છે.
તેમણે યાદ અપાવ્યું કે એક દાયકાથી વધુ સમય પહેલાં ગુજરાતમાં પંચાયતી રાજ વ્યવસ્થામાં મહિલાઓને 50 ટકા અનામત આપવામાં આવ્યું હતું, જેના કારણે સ્થાનિક સ્તરે મહિલાઓની નેતૃત્વ ક્ષમતા વધારવામાં મદદ મળી છે.
દેશની નારી શક્તિ માટે આવતીકાલનો દિવસ ઐતિહાસિક બનવા જઈ રહ્યો છે.
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં નારી શક્તિ વંદન અધિનિયમ દ્વારા વિધાનસભાથી લઈને સંસદ સુધી બહેનોની 33% ભાગીદારીનો નવો અધ્યાય શરૂ થશે, જેનાથી શાસન વ્યવસ્થામાં વધુ સંવેદનશીલતા અને… pic.twitter.com/WFaiISc5Af
— Bhupendra Patel (@Bhupendrapbjp) April 15, 2026
કેન્દ્ર સરકારની મહિલાલક્ષી યોજનાઓ
મુખ્યમંત્રીએ જણાવ્યું કે કેન્દ્ર સરકાર દ્વારા મહિલાઓના સામાજિક અને આર્થિક ઉત્થાન માટે અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે:
- સખી મંડળો દ્વારા લાખો મહિલાઓ આત્મનિર્ભર બની
- Pradhan Mantri Jan Arogya Yojana દ્વારા આરોગ્ય સુરક્ષા
- ઉજ્જવલા યોજના દ્વારા ધુમાડા મુક્ત રસોડા
- ‘નમો ડ્રોન દીદી’ અને ‘લખપતિ દીદી’ જેવી યોજનાઓથી આર્થિક સ્વતંત્રતા
તેમણે જણાવ્યું કે PMJAY યોજના હેઠળ સારવાર બાદ ઘરે જવા માટે પણ રૂ. 300ની સહાય આપવામાં આવે છે, જે ગરીબ અને મધ્યમ વર્ગ માટે ખૂબ મદદરૂપ છે.
ગરીબી નિવારણ અને વિકાસ
મુખ્યમંત્રીએ કહ્યું કે કેન્દ્ર સરકારની ગરીબ કલ્યાણલક્ષી યોજનાઓના પરિણામે લગભગ 25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે. ‘સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌના પ્રયાસ’ના મંત્ર સાથે દેશ વિકાસના માર્ગ પર આગળ વધી રહ્યો છે.
નારી શક્તિનો વધતો પ્રભાવ
ગાંધીનગરના મેયર મીરા પટેલ એ પણ સંમેલનમાં જણાવ્યું કે રાજ્યના વિકાસમાં મહિલાઓની ભૂમિકા માર્ગદર્શક બની રહી છે. આજે મહિલાઓ શિક્ષણ, આરોગ્ય, ઉદ્યોગ, સ્ટાર્ટઅપ અને શાસન ક્ષેત્રમાં સક્રિય રીતે આગળ વધી રહી છે.
સ્વચ્છતા, પાણી વ્યવસ્થાપન અને સામાજિક વિકાસ જેવા ક્ષેત્રોમાં મહિલાઓએ નોંધપાત્ર કામગીરી કરી છે. આ પૃષ્ઠભૂમિમાં ‘નારી શક્તિ વંદન અધિનિયમ’ને તેમણે ઐતિહાસિક અને દિશાસૂચક પગલું ગણાવ્યું.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel