પશ્ચિમ બંગાળના રાજકીય ઇતિહાસમાં આજથી એક નવો અધ્યાય લખાવવા જઈ રહ્યો છે. ભાજપના નેતા શુભેન્દુ અધિકારી આજે (નવમી મે) કોલકાતાના ઐતિહાસિક બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ ખાતે રાજ્યના પ્રથમ ભાજપ મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. સવારે 11 વાગ્યે યોજાનારા આ ભવ્ય સમારોહ સાથે જ રાજ્યમાં તૃણમૂલ કોંગ્રેસના 15 વર્ષના શાસનનો સત્તાવાર રીતે અંત આવશે.
#WATCH | Kolkata | Prime Minister Narendra Modi arrives at Kolkata’s iconic Brigade Parade, where the swearing-in ceremony of the BJP government in West Bengal is taking place.
BJP leader Suvendu Adhikari to take oath as the Chief Minister of West Bengal pic.twitter.com/jjxaEIxNH9
— ANI (@ANI) May 9, 2026
CM યોગી, ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ પર કોલકાતા પહોંચ્યા
એનડીએ શાસિત 20 જેટલા રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ શુભેન્દુ અધિકારીના શપથ સમારોહમાં ભાગ લેવા માટે કોલકાતા પહોંચી ગયા છે. આ એક પ્રકારે ભાજપનું શક્તિ પ્રદર્શન પણ માનવામાં આવી રહ્યું છે.
કોણ કોણ લઇ શકે છે શપથ?
આજે શુભેન્દુ અધિકારીની સાથે સાથે ભાજપના નવા ચુંટાયેલા મહિલા નેતા અગ્નિમિત્રા પોલ, સિલિગુડીથી ચૂંટાયેલા નેતા શંકર ઘોષ પણ શપથ લે તેવી શક્યતા છે.
#WATCH | Kolkata | Prime Minister Narendra Modi arrives at Kolkata’s iconic Brigade Parade, where the swearing-in ceremony of the BJP government in West Bengal is taking place.
BJP leader Suvendu Adhikari to take oath as the Chief Minister of West Bengal pic.twitter.com/2Zr2u1SjJR
— ANI (@ANI) May 9, 2026
શુભેન્દુ અધિકારીએ વડાપ્રધાન મોદીનું સ્વાગત કર્યું
વડાપ્રધાન મોદી આજે પ.બંગાળના નવા સીએમ શુભેન્દુ અધિકારીના શપથ સમારોહમાં હાજરી આપવા માટે કોલકાતાના પરેડ ગ્રાઉન્ડ પહોંચી ગયા છે. અહીં શુભેન્દુ અધિકારીએ તેમનું સ્વાગત કર્યું હતું.
VVIP મહેમાનોનો જમાવડો
આ હાઇ-પ્રોફાઇલ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ વિશેષ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત ભાજપ શાસિત રાજ્યોના 20 થી વધુ મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓ આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા કોલકાતા પહોંચ્યા છે.
મહેમાનોની યાદીમાં યુપીના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય અને બ્રિજેશ પાઠક, રાજસ્થાનના પ્રેમચંદ બૈરવા, તેમજ મધ્યપ્રદેશના સીએમ મોહન યાદવ અને હરિયાણાના નાયબ સિંહ સૈનીનો સમાવેશ થાય છે. પૂર્વોત્તર રાજ્યોના મુખ્યમંત્રીઓ પેમા ખાંડુ (અરુણાચલ), નેફિયુ રિયો (નાગાલેન્ડ) અને હિમંતા બિસ્વા સરમા પણ હાજરી આપશે.
‘સોનાર બાંગ્લા’ની થીમ અને વિશેષ આમંત્રણ
સમારોહમાં ‘સોનાર બાંગ્લા’ની ઝલક રજૂ કરવાનો પ્રયાસ કરાયો છે. કાર્યક્રમની સૌથી ભાવુક ક્ષણ એ હશે જ્યારે TMC શાસન દરમિયાન રાજકીય હિંસામાં જીવ ગુમાવનારા 200 થી વધુ લોકોના પરિવારોને ખાસ સન્માન સાથે આમંત્રિત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ઉદ્યોગપતિ સંજય બુધિયા, અભિનેત્રી મમતા શંકર અને અનેક ન્યાયિક હસ્તીઓ પણ ઉપસ્થિત રહેશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel