click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: મહારાષ્ટ્રના મુંબઈમાં ઈદના જુલૂસ દરમિયાન હિંસક અથડામણ, ઉશ્કેરણીજનક સૂત્રોચ્ચાર બાદ પથ્થરમારો
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > મહારાષ્ટ્રના મુંબઈમાં ઈદના જુલૂસ દરમિયાન હિંસક અથડામણ, ઉશ્કેરણીજનક સૂત્રોચ્ચાર બાદ પથ્થરમારો
Gujarat

મહારાષ્ટ્રના મુંબઈમાં ઈદના જુલૂસ દરમિયાન હિંસક અથડામણ, ઉશ્કેરણીજનક સૂત્રોચ્ચાર બાદ પથ્થરમારો

Last updated: 2026/08/27 at 5:47 પી એમ(PM)
One India News Team
Share
3 Min Read
SHARE

બુધવારે (26 ઑગસ્ટ) રાત્રે મહારાષ્ટ્રના મુંબઈમાં પરેલ-ચિંચપોકલી વિસ્તારમાં ઈદ મિલાદ-ઉન-નબીના જુલૂસ દરમિયાન મુસ્લિમ ટોળાએ હિંદુઓ પર હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી. અહેવાલો અનુસાર ટોળાએ ઉશ્કેરણીજનક સૂત્રોચ્ચાર કરીને અને પોસ્ટર ફાડી નાખ્યાં હતાં, જેના કારણે સ્થિતિ વધુ વણસી હતી. પછીથી પોલીસે મામલો થાળે પાડ્યો હતો.

Contents
લક્ષ્મી કોટેજ બિલ્ડિંગ નજીક બની ઘટનાપોલીસનો ભારે કાફલો તહેનાત અને લાઠીચાર્જસવાર સુધીમાં સ્થિતિ સામાન્ય, પોલીસે કરી શાંતિની અપીલઅગાઉ મઝગાંવમાં ગણેશ આગમન યાત્રા પર ફેંકાયા હતા ઈંડાં

લક્ષ્મી કોટેજ બિલ્ડિંગ નજીક બની ઘટના

આ સમગ્ર બનાવ પરેલ અને ચિંચપોકલી વચ્ચે આવેલા લક્ષ્મી કોટેજ બિલ્ડિંગ નજીક બન્યો હતો, જ્યાંથી ઈદનું જુલૂસ પસાર થઈ રહ્યું હતું. સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા અનુસાર, જુલૂસ દરમિયાન કથિત રીતે બેનર-પોસ્ટરો પણ ફાડી નાખવામાં આવ્યા હતા. શરૂઆતમાં માત્ર શાબ્દિક બોલાચાલી થઈ હતી, પરંતુ થોડી જ વારમાં બંને પક્ષો વચ્ચે સામસામે જૂથ અથડામણ શરૂ થઈ ગઈ હતી. આ હિંસામાં કેટલાક લોકો ઘાયલ થયા હતા, જેમને તાત્કાલિક સારવાર માટે પરેલની KEM હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

પોલીસનો ભારે કાફલો તહેનાત અને લાઠીચાર્જ

ઘટનાની જાણ થતાં જ વરિષ્ઠ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. હિંસક બનેલી ભીડને વિખેરવા અને સ્થિતિ પર કાબૂ મેળવવા માટે પોલીસે હળવો બળપ્રયોગ (લાઠીચાર્જ) કરવો પડ્યો હતો. સ્થિતિ વધુ ન વણસે તે માટે પરેલ-ચિંચપોકલી તરફ જતા રસ્તાઓને થોડા સમય માટે બંધ કરી દેવામાં આવ્યા હતા અને વધારાની પોલીસ ટુકડીઓ તહેનાત કરી દેવામાં આવી હતી. પોલીસે ઘર્ષણમાં સામેલ કેટલાક લોકોની અટકાયત પણ કરી હતી.

સવાર સુધીમાં સ્થિતિ સામાન્ય, પોલીસે કરી શાંતિની અપીલ

જોઈન્ટ સીપી (લો એન્ડ ઓર્ડર) ડૉ. મનોજ શર્માએ જણાવ્યું હતું કે, પોલીસના ત્વરિત હસ્તક્ષેપ બાદ સ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણ હેઠળ છે અને વિસ્તારમાં શાંતિ જળવાઈ રહી છે. તેમણે લોકોને સોશિયલ મીડિયા કે અન્ય અફવાઓ પર વિશ્વાસ ન કરવાની ખાસ વિનંતી કરી છે. ગુરુવારે સવાર સુધીમાં વિસ્તારમાં વાહનવ્યવહાર પૂર્વવત શરૂ થઈ ગયો હતો અને દુકાનો પણ રાબેતા મુજબ ખુલવા લાગી હતી.

અગાઉ મઝગાંવમાં ગણેશ આગમન યાત્રા પર ફેંકાયા હતા ઈંડાં

ઉલ્લેખનીય છે કે આ ઘટનાના થોડા દિવસો પહેલા જ મુંબઈના મઝગાંવ વિસ્તારમાં ગણેશજીની આગમન યાત્રા પર ઈંડાં ફેંકવાની ઘટના સામે આવી હતી. તે કેસમાં પોલીસે કાર્યવાહી કરીને દાનિશ શેર ખાન નામના ડિલિવરી બોયની ધરપકડ કરી હતી. હાલ મુંબઈ પોલીસ પરેલ-ચિંચપોકલી વિસ્તારમાં કડક નજર રાખી રહી છે જેથી કોઈપણ અનિચ્છનીય બનાવ ફરી ન બને.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

સરહદના વીર જવાનો માટે મોગરીની દીકરીનો સ્નેહસેતુ; દર વર્ષે મોકલે છે 6000 રાખડીઓ

ઉમર ખાલિદ-શરજીલ ઇમામની જામીન અરજીનો દિલ્હી પોલીસનો વિરોધ, કહ્યું- ‘બંને માસ્ટરમાઇન્ડ’

બનાસકાંઠામાં બાયો-CNG ક્રાંતિ : રૂ.250 કરોડના રોકાણથી વીંછીવાડીમાં પ્લાન્ટ શરૂ, રોજ 100 મેટ્રિક ટન ગોબરનું થશે પ્રોસેસિંગ

અમરેલીમાં અમિત શાહે કર્યું ‘ગુજરાત ગૌરવ સરોવર’નું લોકાર્પણ, કહ્યું- સરોવર જોઈ આત્માને અદ્ભુત શાંતિ મળી

રક્ષાબંધન પર CM ભૂપેન્દ્ર પટેલની મોટી ભેટ : 14 મહિલા ધારાસભ્યોને વિકાસ કામો માટે મળશે રૂ.28 કરોડની ગ્રાન્ટ

TAGGED: @india, Bhoiwada Police, Breaking news, Eid Milad Procession Mumbai, Eid Milad Un Nabi Mumbai, Eid Procession Clash, gujarati news, india news, KEM Hospital, Laxmi Cottage Parel, Maharashtra news, Manoj Sharma Mumbai Police, Mumbai Communal Tension, mumbai news, Mumbai Parel Clash, MUMBAI POLICE, Mumbai Stone Pelting, Narendra Modi, news channel in india, newschannelinindia, oneindianews, oneindianewscom, oneindianewsgujarat, Parel Chinchpokli Clash, Parel News, top news, top news channel, topnewschannelinindia, ઈદ મિલાદ જુલૂસ, પરેલ ચિંચપોકલી અથડામણ, પરેલ સમાચાર, ભારત, મહારાષ્ટ્ર સમાચાર, મુંબઈ પથ્થરમારો, મુંબઈ પોલીસ, મુંબઈ સમાચાર, લક્ષ્મી કોટેજ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ઓગસ્ટ 27, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article બનાસકાંઠામાં બાયો-CNG ક્રાંતિ : રૂ.250 કરોડના રોકાણથી વીંછીવાડીમાં પ્લાન્ટ શરૂ, રોજ 100 મેટ્રિક ટન ગોબરનું થશે પ્રોસેસિંગ
Next Article ઉમર ખાલિદ-શરજીલ ઇમામની જામીન અરજીનો દિલ્હી પોલીસનો વિરોધ, કહ્યું- ‘બંને માસ્ટરમાઇન્ડ’

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

સરહદના વીર જવાનો માટે મોગરીની દીકરીનો સ્નેહસેતુ; દર વર્ષે મોકલે છે 6000 રાખડીઓ
Anand Gujarat ઓગસ્ટ 27, 2026
ઉમર ખાલિદ-શરજીલ ઇમામની જામીન અરજીનો દિલ્હી પોલીસનો વિરોધ, કહ્યું- ‘બંને માસ્ટરમાઇન્ડ’
Gujarat ઓગસ્ટ 27, 2026
મહારાષ્ટ્રના મુંબઈમાં ઈદના જુલૂસ દરમિયાન હિંસક અથડામણ, ઉશ્કેરણીજનક સૂત્રોચ્ચાર બાદ પથ્થરમારો
Gujarat ઓગસ્ટ 27, 2026
બનાસકાંઠામાં બાયો-CNG ક્રાંતિ : રૂ.250 કરોડના રોકાણથી વીંછીવાડીમાં પ્લાન્ટ શરૂ, રોજ 100 મેટ્રિક ટન ગોબરનું થશે પ્રોસેસિંગ
Banaskantha Gujarat ઓગસ્ટ 27, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?