ભારત સ્પેસ સુપરપાવર બની રહ્યું છે. ગ્લોબલ ઈકોનોમીના ટોપ 5માં આગળ ભારત, અંતરિક્ષમાં અમેરિકા, રશિયા, ચીનને ટક્કર આપી રહ્યું છે. Chandrayaan-3 અને Aditya L-1ની સફળતા બાદ ISROના ગગનયાન મિશન માટે એક સીક્રેટ ખુલાસો પીએમ મોદીએ કર્યો છે.
We are witnessing another historic journey at Vikram Sarabhai Space Centre: PM @narendramodi pic.twitter.com/lVObF7AFHJ
— PMO India (@PMOIndia) February 27, 2024
PM મોદીએ કે અંતરિક્ષ યાત્રીઓનો પરિચય દુનિયાને કરાવ્યો જે ‘ગગનયાન’ મિશન હેઠળ અંતરિક્ષની ઉડાન ભરશે. ચારે એસ્ટ્રોનોટ્સ અંતરિક્ષ યાત્રી ઉમેદવાર ભારતીય વાયુસેનાના ટેસ્ટ પાયલેટ છે. જેમના સિલેક્શનની સ્ટોરી રસપ્રદ છે.
અંતરિક્ષયાત્રીઓની અત્યાર સુધીની સફર
મિશન ગગનયાનના ચાર શૉર્ટલિસ્ટેડ એસ્ટ્રોનોટ્સ છે- ગ્રુપ કેપ્ટન પ્રશાંત બાલાકૃષ્ણન, ગ્રુપ કેપ્ટન અજિત કૃષ્ણન, ગ્રુપ કેપ્ટન અંગદ પ્રતાપ અને વિંગ કમાંડર શુભાંશુ શુક્લા. ચારે ઈન્ડિયન એરફોર્સનો ભાગ છે અને ટેસ્ટ પાયલેટ છે. તેમની પસંદગી એક લાંબી પ્રક્રિયા બાદ કરવામાં આવી છે.
આગળ ચારેયને રશિયાના મોસ્કોના ગગારિન કોસ્મોનોટ ટ્રેનિંગ સેન્ટરમાં 13 મહિનાની ટ્રેનિંગ મળી છે. ભારતમાં થ્યોરિટિકલ અને ફિઝિકલ ટ્રેનિંગના ઘણા લેવલને પુરા કર્યા બાદ ચારે હવે અમેરિકા જઈ રહ્યા છે.
During the inaugural ceremony held today at the Vikram Sarabhai Space Centre, Thiruvananthapuram, Hon'ble PM unveiled the Indian Astronaut Logo and awarded the 'अंतरिक्ष यात्री पंख' to the four IAF Astronauts.#IAF will be working in 'Mission Mode' along with @isro to achieve… pic.twitter.com/x6tZIleodq
— Indian Air Force (@IAF_MCC) February 27, 2024
અમેરિકા જવાનું કારણ છે ખાસ
ચારે અંતરિક્ષયાત્રી ટ્રેનિંગ માટે અમેરિકા જવા માટે રેડી છે. તેના પહેલા ISROના અધ્યક્ષ ડૉ. એસ સોમનાથને પુષ્ટિ કરી છે કે મિશન ગગનયાનો બીજો તબક્કો જલ્દી શરૂ થવાનો છે. ભારતીય અંતરિક્ષયાત્રી હવે નેક્સ્ટ લેવલની ટ્રેનિંગ માટે અમેરિકા રવાના થશે. તેમની ટ્રેનિંગ ટૂંક સમયમાં જ નાસાના જોનસન સ્પેસ સેન્ટર, ટેક્સાસમાં થશે.
ગગનયાન અંતરિક્ષ યાત્રીઓને અંતરિક્ષમાં મોકલવા માટે ભારતના પોતાના પ્રયત્નો છે. તેના પહેલા સ્પેસની રેસમાં ફક્ત રશિયા અને અમેરિકા કોલ્ડ વૉર વખતે જ હ્યુમન સ્પેસ મિશનના આગેવાન રહ્યા છે. બાદમાં સંયુક્ત પ્રયત્નો હેઠળ યુરોપના એસ્ટ્રોન્ટસ પણ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પહોંચ્યા.
બરફ, રણ અને પાણીમાં રહેવાની ટ્રેનિંગ
રશિયામાં ચારેય અંતરિક્ષ યાત્રીઓની સર્વાઈવલ ટ્રેનિંગ પણ થઈ. મોસ્કોના પાસ સ્ટોર સિટીમાં ભારતીય અંતરિક્ષ યાત્રીઓને બરફ, રણ, પાણીમાં જીવિત રહેવાની ટ્રેનિંગ આપવામાં આવી. જેના કારણે ટીમ કોઈ પણ વિસ્તારમાં ઈમરજન્સી લેન્ડિંગથી બચી શકે. મદદ પહોંચવા સુધી તે પોતાને સુરક્ષિત રાખી શકે. રશિયાના યુરી ગાગરિન કોસ્મોનોટ ટ્રેનિંગ સેન્ટરમાં ચારેયની ટ્રેનિંગ ફેબ્રુઆપી 2020થી માર્ચ 2021 સુધી થઈ.
ઝીરો ગ્રેવિટીની ટ્રેનિંગ
ચારેય ભારતીય એસ્ટ્રોનટ્સ ખાસ સ્પેસ વ્હીકલ્સમાં ઉડાન ભરતી વખતે ઝીરો ગ્રેવિટીનો અનુભવ કરી ચુક્યા છે. આ ટ્રેનિંગથી સ્પેસમાં રહેવામાં સરળતા થશે. અંતરિક્ષ યાત્રીઓને અંતરિક્ષ ઉડાન વખતે અનુભવ થતા ઉચ્ચ G-ફોર્સને સંભાળવામાં સક્ષમ હોવું પડશે.