વડોદરા ભારતીય સંસ્કૃતિમાં મંદિર માત્ર ઉપાસનાનું સ્થાન નથી, પરંતુ સમાજને સંસ્કાર આપતા કેન્દ્ર તરીકે માનવામાં આવે છે. આ પરંપરાને આગળ વધારવા માટે સનાતન સંસ્થા અને મંદિર મહાસંઘ દ્વારા 9 થી 15 વર્ષના બાળકો માટે ઉનાળાની રજાઓ દરમિયાન ‘સનાતન સંસ્કાર’ તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સનાતન સંસ્થા ના પ્રવક્તાએ માહિતી આપી કે મંદિરોના સાત્વિક વાતાવરણમાં યોજાતો આ વર્ગ બાળકોના સર્વાંગી વિકાસ માટે અત્યંત ઉપયોગી સાબિત થશે!
સનાતન સંસ્થા છેલ્લા 26 વર્ષથી નિઃશુલ્ક આધ્યાત્મિક પ્રસારનું કાર્ય કરી રહી છે. આજના ડિજિટલ યુગમાં બાળકો મોબાઇલ અને ટીવીમાં વધુ વ્યસ્ત રહે છે. આવા સમયમાં તેમને સારા સંસ્કાર, નૈતિક મૂલ્યો અને ભારતીય સંસ્કૃતિનો પરિચય કરાવવો અત્યંત જરૂરી બની ગયો છે. આ પૃષ્ઠભૂમિમાં મંદિરોમાં આ પાંચ દિવસીય તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ વર્ગ બાળકો માટે આનંદદાયક, જ્ઞાનવર્ધક અને વ્યક્તિત્વ વિકાસ માટે લાભદાયક રહેશે.
પ્રશિક્ષણ વર્ગની વિશેષતાઓ:
1. પાંચ દિવસીય વર્ગ દરરોજ 3 કલાકનું સત્ર
2. પ્રાર્થના અને નામજપ ઈશ્વરને પ્રાર્થના નામજપ અને સારી આદતો અંગે માર્ગદર્શન
3 નૈતિક મૂલ્યો ગુણોના સંવર્ધન અને નૈતિકતા પર વિશેષ સત્ર
4 મનોરંજન વાર્તા કહેવી, આધ્યાત્મિક રમતો અને રસપ્રદ સ્પર્ધાઓ
5. સંસ્કૃતિ પરિચય ભારતીય સંસ્કૃતિની ઓળખ અને વ્યક્તિત્વ વિકાસ
6. સાત્વિક વાતાવરણ મંદિરના સકારાત્મક વાતાવરણની બાળકો પર અનુકુળ અસર
બાળકોના ઉજ્જવળ ભવિષ્ય અને તેમને સંસ્કારી નાગરિક બનાવવા માટે વાલીઓએ પોતાના બાળકોને આ તાલીમ વર્ગમાં જરૂરથી જોડવા વિનંતી કરવામાં આવે છે.
તમારા ક્ષેત્રમા આવા શિબિરનું આયોજન કરવા માટે સંપર્ક કરો.
संपर्क: 7567317842
શ્રીમતી અંશુ સંત
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel