આણંદના ઓડ નગરમાં તા-૧૫ મીના ઈન્ડીયન રેડક્રોસ સોસાયટી અને રાષ્ટ્રીય સેવા યોજના અંતર્ગત R. P. Patel નર્સિંગ કોલેજમાં રક્તદાન શિબિરનું આયોજન કરાયું
જેમાં કોલેજના ટ્રસ્ટીઓ, નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ,પ્રોફેસરો, નગરના યુવાવર્ગ તેમજ સમાજ સભ્યોએ ઉત્સાહભેર રક્તદાન કર્યું લોકજાગૃતિ લાવવા માટે પહેલું રક્તદાન કોલેજના ટ્રસ્ટી મુકુંદભાઈ પટેલે કર્યું
રક્તદાનથી ત્રણ વ્યકિતને જીવનદાન મળેછે. રક્તદાન એ મહાદાન છે.તમે રકતદાન કરીને કોઈનું જીવન બચાવો છો. દરેક તંદુરસ્ત વ્યક્તિએ અવશ્ય રક્તદાન કરવુ જોઈએ. રકતદાન કરવાથી ડોનરને ફાયદા થાય છે. રક્તદાનથી કેટલાય લોકોને મદદરૂપ થાય છે. રક્તદાનથી ફક્ત દર્દીને જ નહિ પરંતુ દર્દી ઉપર નિર્ભર પુરા પરિવારને મદદ આપી શકાય છે અને સમાજને મદદરૂપ થઇ શકાય છે કે જેનું કોઈ મૂલ્ય જ નથી.આજના કાર્યક્રમની સફળતા બદલ આયોજકોએ સૌનો આભાર વ્યક્ત કર્યો.