નડિયાદમાં સમડી ચકલા ખાતે આવેલ શ્રી મોટા નારણદેવ મંદિરમાં હિંડોળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુલાબના ફૂલના હિંડોળા તથા નાગરવેલ ના પાનના હિંડોળા અને હજારી ના ગલગોટા ના હિંડોળા કરવામાં આવ્યા હતા આ ત્રણેય હિંડોળા સરસ શણગારીને લાલજીને હિંડોળામાં ઝુલાવ્યા હતા ભક્તો દ્વારા ભગવાનને હિંડોળે ઝુલાવીને એ ખુશીની લાગણી અનુભવી હતી તથા મહિલા મંડળ દ્વારા ભજનોની રમઝટ બોલાવવામાં આવી હતી.
દરેક મહિલાએ ઠાકોરજીના ભજનો ગાયને એક હર્ષ ઉલ્લાસનો માહોલ ઉજવાયો હતો અને દરેક મહિલાઓએ લાલ સાડી પહેરીને મંદિરમાં જાણે કે રંગબેરંગી હિંડોળા ઉત્સવ ઉજવાઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું હતું.