નાયબ બાગાયત નિયામક ખેડા દ્વારા અંતર્ગત સેન્ટર ઓફ એકસેલન્સ મહંમદપુરા કપડવંજ ખાતે “મિશન મધમાખી કાર્યક્રમ” અંતર્ગત ખેડૂત તાલીમ શિબિર યોજાઈ હતી. આ તાલીમ શિબિર અંતર્ગત ઉપસ્થિત ખેડૂતોને મધમાખી ઉછેર માટે જરૂરી કામગીરીની માહિતી આપવામાં આવી હતી.
આ પ્રસંગે કીટકશાસ્ત્રી ડૉ.બી.એમ.ઝાલાએ મધમાખી વસાહત, રાણી મધમાખી, મધ પેટી નિયમિત સફાઈ, મધ પેટીને ખુલ્લી અને બંધ રાખવાનો સમય, આસપાસના વાતાવરણનું મહત્વ, મધમાખી ઉછેર માટેનો નિભાવ ખર્ચ સહિતની અગત્યની બાબતોની સરળ સમજૂતી ખેડૂતોને આપી હતી.ઉપરાંત મદદનીશ ખેતી નિયામક, કપડવંજ પંકજભાઈ પટેલ દ્વારા મધ ઉત્પાદનમાં મધ પેટી માંથી મધ કાઢવાની પ્રક્રિયાનું પ્રદર્શન કર્યું હતું.
આ કાર્યક્રમમાં નાયબ બાગાયત નિયામક ડૉ. સ્મિતાબેન પિલ્લાઈ દ્વારા ખેડૂતોને બાગાયત ખાતાની વિવિધ યોજનાનો વધુમાં વધુ ખેડૂતોને બાગાયત ખાતાની યોજનાનો લાભ લેવા જણાવ્યુ હતું.
આ કાર્યક્રમમાં મદદનીશ બાગાયત નિયામક જૈમિનભાઈ પટેલ, હરેશભાઈ સહિત અન્ય બાગાયત વિભાગના કર્મચારીઓ અને મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હુતા.