ચાર દિવસીય ફિયેસ્ટા માં નંદકુવરબા મહિલા કોલેજમાં ૩૫૦૦ થી વધુ વિધર્થીનીઓ ૪૫ જેટલી અલગ અલગ ઇવેન્ટ માં ભાગ લીધો હતો . સોલો પ્રફ્રોમાન્સ , ગ્રુપ ડાન્સ , તાવડી પેઇન્ટિંગ , હાલરડાં કોમ્પિટીશન , સ્પોટ ચિત્ર સ્પર્ધા , એક મિનિટ સ્પર્ધા , ડીબેટ જેવી ૪૫ જેટલી ઇવેન્ટ રાખવામાં આવી હતી .
કોલેજના MD ભરતસિંહે ગોહિલે જણાવ્યું કે દરેકમાં સુષુપ્ત કલા છુપાયેલી હોય છે અને તેને બાહર લાવવા માટે જ છેલ્લા ઘણા વર્ષો થી અમારા દ્વારા ફિયેસ્ટા નું આયોજન કરવામાં આવી રહ્યું છે . પાર્થિવ ગોહિલ નું ઉદાહરણ આપતા ભરતસિંહે જણાવ્યું કે પાર્થિવ ગોહિલ પણ ભાવનગરના વિદ્યાર્થી હતા અને આવા યુવા મહોત્સવ માં ભાગ લઈને પોતાની પ્રતિભા બતાવતા હતા અને અત્યારે સમગ્ર વિશ્વમાં ગાવામાં પોતના ડંકો વગાડી રહ્યા છે .
આવા ફિયેસ્ટા થી વિધર્થીનીઓ આત્મવિશ્વાસ વધે છે અને પોતાના માં રહેલી પ્રતિભા બહાર આવે છે.