વારાણસીમાં દેશનું સૌથી પહેલું એવુ સ્ટેડિયમ બની રહ્યું છે. જ્યાં આધુનિકતાની સાથે સનાતનની ઝલક પણ જોવા મળશે. આ સ્ટેડિયમ ભગવાન શિવની થીમ પર બનાવવામાં આવી રહ્યું છએ. આ સ્ટેડિયમ ત્રિશૂળ આકારની ફ્લડ લાઈટ્સ બનાવવામાં આવશે. આ ઉપરાંત સ્ટેડિયમની મુખ્ય બિલ્ડીંગ ડમરુના આકારની બનાવવામાં આવશે. જે ભગવાન શિવના ત્રિશૂળની સુંદરતામાં વધારો કરશે. એટલું જ નહીં, સ્ટેડિયમના પ્રવેશદ્વાર પર બીલીપત્રનો આકાર પણ જોવા મળશે.
કાશીમાં બની રહેલું નવું ક્રિકેટ સ્ટેડિયમ દેશનું સૌથી અનોખું સ્ટેડિયમ બનવા જઈ રહ્યું છે. તેની મુખ્ય બિલ્ડિંગ ડમરુના આકારમાં બનાવાઈ રહી છે, જ્યારે
સીડીઓ કાશીના ઘાટની પ્રેરણાથી ડિઝાઇન કરાઈ છે. અંદાજે ₹451 કરોડના ખર્ચે બન્નાતું આ સ્ટેડિયમ યુવા ખેલાડીઓ માટે વરદાનરૂપ સાબિત થશે. જેમાંથી ₹121 કરોડ જમીન સંપાદન માટે અને ₹330 કરોડનો ખર્ચ BCCI સ્ટેડિયમના નિર્માણ પર કરી રહ્યું છે. સ્ટેડિયમનું લગભગ 60 ટકા કામ પૂર્ણ થઈ ચૂક્યું છે અને બાકીની કામગીરી ડિસેમ્બર 2025 સુધીમાં પૂર્ણ થવાની શક્યતા છે. આ સ્ટેડિયમનો શિલાન્યાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સપ્ટેમ્બર 2023માં કર્યો હતો. બાંધકામ પૂર્ણ થયા બાદ આ સ્થળ બિહાર, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને પૂર્વી ઉત્તરપ્રદેશના યુવાન ક્રિકેટરો માટે ઊભરતો કેન્દ્ર બનશે. એવી શક્યતા પણ વ્યક્ત થઈ રહી છે કે વર્ષ 2026થી અહીં IPL તેમજ આંતરરાષ્ટ્રીય મેચોનું આયોજન થશે.
ગંજરીમાં બની રહેલા આ સ્ટેડિયમમાં આધુનિક સુવિધાઓ સાથે ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે, જે તેને વિશિષ્ટ બનાવે છે.
સ્ટેડિયમમાં યોજાનારી મેચોના લાઇવ ટેલિકાસ્ટ માટે 2000 ચોરસ મીટર વિસ્તારનું વિશાળ બ્રોડકાસ્ટ રૂમ (BCR) બનાવવામાં આવી રહ્યું છે. ઉપરાંત, સેટેલાઇટ અપલિંક માટે 20×20 ફૂટ અને 12×12 મીટરના બે જુદા રૂમ પણ હશે. ખેલાડીઓની સુવિધા માટે ચાર ડ્રેસિંગ રૂમ અને ત્રણ પ્રેક્ટિસ ગ્રાઉન્ડ તૈયાર કરવામાં આવી રહ્યા છે. પાંચ પિચવાળું આ સ્ટેડિયમ માત્ર દેખાવમાં જ નહિ, પણ બાંધકામની દ્રષ્ટિએ પણ ખૂબ આગવું છે. વરસાદી પાણીના નિકાલ માટે આધુનિક ડ્રેનેજ સિસ્ટમ પણ અહીં સ્થાપિત કરવામાં આવશે,