Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 36°C

ખેડા જિલ્લા સ્થાનિક સ્વરાજની ચૂંટણીના વિજેતા ઉમેદવારોનું ભવ્ય સન્માન અભિવાદન કાર્યક્રમ યોજાયો

ખેડા જિલ્લા સ્થાનિક સ્વરાજની ચૂંટણીના વિજેતા ઉમેદવારોનું ભવ્ય સન્માન અભિવાદન કાર્યક્રમ યોજાયો

ખેડા જિલ્લા ભાજપ દ્વારા કમલમ, નડિયાદમાં સન્માન સમારંભ યોજાયો હતો, જેમાં ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ્ટ,ખેડાના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ, નડિયાદ ના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ, પંચમહાલના સાંસદ રાજપાલસિંહ જાદવ, પ્રભારી કુશળસિંહ પઢીયાર,વિમલભાઈ ઉપાધ્યાય, ધારાસભ્ય રાજેશભાઇ ઝાલા સહિત જિલ્લાના સહુ ધારાસભ્યોએ વિજેતા ઉમેદવારોને અભિનંદન પાઠવ્યા, સંગઠનના મહામંત્રીઓ સહુ હોદેદારો, કાર્યકરો અને જે તે વિભાગના પ્રભારીઓ સહિત સહુ મતદાતાઓનો ભાજપને જવલંત વિજય અપાવવા બદલ આભાર માન્યો હતો.

ખેડા જિલ્લામાં પાંચ નગરપાલિકા અને બે તાલુકા પંચાયત ઉપરાંત પેટા ચૂંટણીઓમાં ચૂંટાઈ આવેલા ભાજપના સહુ વિજેતા ઉમેદવારોનું ખેડા જિલ્લા ભાજપ સંગઠન દ્વારા કમલમ,નડિયાદ મુકામે ભવ્ય સન્માન અભિવાદન કરાયું હતું.તે પૂર્વે કમલમ,નડિયાદ મુકામે ફટાકડાની આતશબાજી કરી વિજયોત્સવ મનાવાયો હતો.ઉલ્લેખનીય છે કે ખેડા, ચકલાસી, મહેમદાવાદ, મહુધા, ડાકોર અને કપડવંજ નગરપાલિકા, કપડવંજ અને કઠલાલ તાલુકા પંચાયત અને અન્ય પેટા ચૂંટણીઓમાં કુલ 114 ભાજપના વિજેતા ઉમેદવારોનું સન્માન અભિવાદન કરાયું હતું આ ઉપરાંત સ્થાનિક સ્વરાજની આ ચૂંટણીઓમાં ભાજપના જે કાર્યકરો, હોદેદારો અને મંડળ પ્રમુખોએ પણ સમર્પિત ભાવ ને નિષ્ઠાપૂર્વકની કામગીરી કરી તે સહુને બિરડાવવામાં આવ્યા હતા.

આ પ્રસંગે ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ્ટે સહુ વિજેતા ઉમેદવારોને અભિનંદન આપતા જણાવ્યું હતું કે, સાંસદ દેવુસિંહ ચૌહાણનું માર્ગદર્શન, ધારાસભ્યોનું સંકલન અને સંગઠનના કાર્યકરો, હોદ્દેદારો સહુના ટીમવર્કથી આ ચૂંટણીમાં ભાજપનો જવલંત વિજય થયો છે, જેમાં ખેડા અને મહુધા જેવી નગરપાલિકાઓમાં પહેલીવાર ભાજપને બહુમતી મળી છે. તો ડાકોરમાં પણ અપક્ષોના પ્રભાવમાંથી પાલિકા મુક્ત બની ભાજપના પ્રભાવમાં આવી છે .સહુ વિજેતા ઉમેદવારોએ પ્રજાની વચ્ચે રહી પ્રજાનું ,સરકારનું ને સંગઠનનું કામ સુપેરે કરવાનું છે,દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતના મુખ્યપ્રધાન ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા રાષ્ટ્ર ને રાજ્યનું જે કામ થઈ રહ્યું છે તેમાં સહભાગી થવા સહુને શીખ આપી હતી.

નડિયાદના સિનિયર ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ સહુ વિજેતા ઉમેદવારોને અભિનંદન પાઠવતા કહ્યું હતું કે,કાર્યકરોની મહેનત રંગ લાવી છે,ને ગત ટર્મ કરતાં આ વખતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપને 46 જેટલી બેઠકો વધુ મળી છે.નગર પાલિકામાં સારો વહીવટ કરવા સહુ ચૂંટાયેલા પ્રતિનિધિઓને માર્ગદર્શન આપ્યું હતું.

આ પ્રસંગે વિમલભાઈ ઉપાધ્યાયે સહુનું શાબ્દિક સ્વાગત કર્યું હતું.જિલ્લા ભાજપ મહામંત્રીઓરાજેશભાઇ પટેલ,અમિતભાઇ ડાભી ,નટુભાઈ સોઢા, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ વિકાસભાઈ પટેલ,રાજેન્દ્રભાઇ પટેલ વગેરે હોદ્દેદારો,કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

 

 

 

રિપોર્ટર – યેશા શાહ(ખેડા)

Filed under Kheda Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.