ખેડા જિલ્લામાં વિર્ગો લેમિનેટ ફેક્ટરી ગામ સોખડા તાલુકા માતર ખાતે શોર્ટ સર્કીટના કારણે આગ ફાટી નીકળતા અફરાતફરી મચી જવા પામી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, આજે સવારે 5:30 કલાકે વિર્ગો લેમિનેટ ફેક્ટરી ગામ સોખડા તાલુકા માતર જિલ્લો ખેડા અમદાવાદ ગુજરાતમાં શોર્ટ સર્કીટના કારણે આગ ફાટી નીકળી હતી, જેમાં કરોડોનું નુકસાન થયું હતું જેમાં મશીનરી, કાગળ અને શેડ ખરાબ રીતે બળીને રાખ થઈ ગયા હતા.
સારી વાત એ છે કે ફેક્ટરીમાં કોઈ કામદારને નુકસાન થયું નથી.
માત્ર ફેક્ટરીમાં મશીનરીને જ નુકસાન થયું છે અને પેપરને કરોડોનું નુકસાન થયું.ઘટના સ્થળે નડિયાદથી ફાયર બ્રિગેડની ગાડી બોલાવવામાં આવી હતી અને ફેક્ટરીમાં ઉપલબ્ધ ફાયર સિલિન્ડર અને ફાયર લાઇનની મદદથી આગને કાબૂમાં લેવામાં આવી હતી અન્યથા આખી ફેક્ટરી રાખ થઈ ગઈ હોત. ફેક્ટરીના તમામ કામદારોએ મદદ કરી હતી. ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો હતો.જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી.