પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયા, ખેડા – નડીયાદ નાઓએ હાલમાં IPL T-20 ક્રિકેટ મેચ ઉપર સટ્ટા બેટીંગના જુગારની બદીને નેસ્ત નાબુદ કરવાના અસરકારક પેટ્રોલીંગ કરી આવી અસામાજીક પ્રવૃત્તિને નેસ્તનાબુદ કરવા કરેલ સુચનાની અમલવારીના ભાગરૂપે કે.આર.વેકરીયા પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. ખેડા-નડીયાદ નાઓના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસો નડિયાદ ટાઉન પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા.
દરમ્યાન બસ સ્ટેશન પાસે આવતા હેડકો.મહાવીરસિંહ નાઓને બાતમીદારથી બાતમી હકિકત મળેલ જે અન્વયે મેહુલકુમાર સુનીલભાઇ તળપદા ઉં.વ.૨૬ રહે.સીટી જીમખાના ગ્રાઉન્ડ પાછળ, ભાથીજીવાળુ ફળીયું, ખાડ વાઘરીવાસ તા.નડિયાદ જી.ખેડા નાઓને નડિયાદ મીલ રોડ પાસેથી હાલમા ચાલતી 1PI. T-20 ક્રિકેટ મેચ રાજસ્થાન રોયલ્સ તથા રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરૂ વચ્ચેની ક્રિકેટ મેચમાં ઓનલાઇન પોતાના અંગત આર્થિક ફાયદા સારૂ લાભ મેળવવા જાહેર ઓનલાઇન ક્રિકેટ સટ્ટો રમી રમાડતા રોકડા રૂ.૧૨૦૦/- તથા એક મોબાઇલ ફોન કિં.રૂ.૧૦,૦૦૦/- મળી કુલ્લે રૂ.૧૧,૨૦૦/- ના ક્રિકેટ સટ્ટો રમવાના જુગારના સાધનો સાથે ઝડપી પાડી પકડાયેલ સદરહું ઇસમ વિરુદ્ધ સાથેના અ.પો.કો. હિરેનકુમાર નાઓએ નડિયાદ ટાઉન પો.સ્ટે જુગારધારા મુજબ ગુનો રજીસ્ટર કરાવેલ છે.