જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં કલેકટર કચેરી નડિયાદ ખાતે ખેડા જિલ્લા દિવ્યાંગ ધારા કમિટી, નેશનલ ટ્રસ્ટ લોકલ લેવલ કમિટી અને નશા મુકત અભિયાન સલાહકાર સમિતિની બેઠક યોજાઈ.
જેમાં નેશનલ ટ્રસ્ટ એક્ટ 1999 અંતર્ગતની લોકલ લેવલ કમિટી, દિવ્યાંગ ધારો 2016, તેમજ નશામુક્ત ભારત અભિયાન હેઠળ જિલ્લા કક્ષાની સમિતિની બેઠક અન્વયે દિવ્યાંગલક્ષી કલ્યાણકારી યોજનાઓની કામગીરી, નશા મુકત ભારત અભિયાન હેઠળની કામગીરીની તેમજ ગાર્ડિયનશિપ હેઠળની અરજીઓની સમીક્ષા કરવામાં આવી.
જિલ્લા કલેકટરએ જિલ્લાના તમામ દિવ્યાંગ વ્યક્તિઓને દિવ્યાંગ કલ્યાણ યોજનાઓનો લાભ મળે તે સુનિશ્ચિત કરવા જણાવ્યું હતુ.
આ પ્રસંગે ખેડા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, સેક્રેટરી (સિનિયર સિવિલ જજ કેડર) ડી બી. જોષી, સમાજ સુરક્ષાનાં અધિકારી આર.આર.દેસાઈ તથા સંબંધિત વિભાગના અધિકારીઓ, દિવ્યાંગ પ્રતિનિધિઓ, સ્વછિક સંસ્થાઓના પ્રતિનિધીઓ હાજર રહ્યા હતા.